યહૂદી સંગઠનને ધમકીભર્યો વોઇસમેલ કરવું ફ્લોરિડાના ગુજરાતીને ભારે પડી ગયું છે. તેને આ કેસમાં દોષિત ઠેરવાયો છે અને હવે તેને સજા પણ થઈ શકે છે. ફ્લોરિડાના સારાસોટાના રહેવાસી 21 વર્ષીય દીપ અલ્પેશકુમાર પટેલે આ પ્રકારનો ધમકીભર્યો વોઇસ મેલ કરવા બદલ મહત્તમ પાંચ વર્ષની સજા થઈ શકે છે.

દીપ પટેલે 21 ઓક્ટોબર 2023ના રોજ ન્યૂયોર્ક શહેરના યહૂદી સંગઠનનો વોઇસમેલ પર ધમકી પાઠવી હતી. તેણે પાછી પોતાની ઓળખ અને નામ સાથે ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે જો મને તક મળી તો હું દરેક ઇઝરાયેલીને ખતમ કરી દઇશ. મને તક મળી તો હું એકપણ ઇઝરાયેલીને આ ધરતી પર જીવતો નહીં રહેવા દઉં. બધા ઇઝરાયેલીઓને આ ધરતી પરથી નેસ્તનાબૂદ કરી દઇશ.

પટેલે સ્વીકાર્યુ હતું કે તેણે યહૂદીઓના ધાર્મિક સ્થળ સિનેગોગને કોલ કર્યો હતો. તેના પછી તે જ દિવસે તેણે ફ્લોરિડાથી બીજો ધમકીભર્યો વોઇસમેલ કર્યો હતો અને તેમને ઉપરોક્ત ધમકીની સાથે સિનોગેગ બંધ કરી દેવા જણાવ્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે તેણે આ પ્રકારની ધમકી આપવા માટે જાણીબૂઝીને ઇઝરાયેલીઓ પર પસંદગી ઉતારી હતી. તેણે યહૂદીઓની વંશીય લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને ધમકી આપવા માટે ઇઝરાયેલીઓ પર પસંદગી ઉતારી હતી.

આ કેસની તપાસ ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનની જોઇન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ અને ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ લો એન્ફોર્સમેન્ટે કરી હતી. આસિસ્ટન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની રિચા અસોકને તેની સામે કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

thirteen − one =