ગુરિન્દર ચઢ્ઢાની નવી ફિલ્મ ‘ક્રિસમસ કર્મા’ 14 નવેમ્બરે યુકે-આયર્લેન્ડના સિનેમામાં રીલીઝ થશે. બેન્ડ ઈટ લાઈક બેકહામ અને બ્લાઈન્ડેડ બાય ધ લાઈટના દિગ્દર્શકની આ ફિલ્મની પ્રથમ તસવીરો તાજેતરમાં ટ્રુ બ્રિટ એન્ટરટેઈનમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ચાર્લ્સ ડિકન્સના જાણીતા સર્જન ‘અ ક્રિસમસ કેરોલ’ના રૂપાંતરણમાં ધ બિગ બેંગ થિયરીના અભિનેતા કુણાલ નૈયર આ ફિલ્મમાં મિ. સૂદની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં લીઓ સુટર, પિક્સી લોટ્ટ, ચરિથ્ર ચંદ્રન, ડેની ડાયર અને હ્યુઘ બોનેવિલેનો પણ સમાવેશ થાય છે. ગોસ્પલ, ભાંગડા, ક્રિસમસ કેરોલ, રેપ અને ક્લાસિક પોપથી સભર સાઉન્ડટ્રેક સાથે, આ ફિલ્મમાં ટેક ધેટ્સના ગેરી બાર્લો, નીતિન સાહની, શાઝનેય લુઈ, બેન કુલમ, પંજાબી એમસી અને મલકિત સિંઘનું સંગીત છે. ક્રિસમસ કર્માની આજે બ્રિટન અને તેના તમામ સમુદાયોમાં ચર્ચા થઇ રહી છે.
