Spouses of H-1B visa holders may work in the US

સેંકડો ઇન્ડિયન અમેરિકન મહિલાઓ માટે લાભદાયી વધુ એક મોટી હિલચાલમાં અમેરિકાની બાઇડન સરકાર H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીને આપોઆપ વર્ક ઓથોરાઇઝેશન પરમીટ આપવા સંમત થઈ છે. આનો અર્થ એવો થાય છે કે H-1B ધરાવતા લોકોને તેમના જીવનસાથી માટે આપોઆપ નોકરી કરવાની મંજૂરી મળશે અને અરજી કરવાની જરૂર પડશે નહીં.

યુએસ સિટિજનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) H-1B વિઝા હોલ્ડર્સના પરિવારના નજીકના સભ્યો (જીવનસાથી અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો)ને એચ-ફોર વિઝા જારી કરે છે. આ વિઝા સામાન્ય રીતે એવા વ્યક્તિને આપવામાં આવે છે કે જેમને અમેરિકામાં રોજગાર આધારિત કાયદેસરના કાયમી નિવાસીના દરજ્જા માટે પ્રોસેસ ચાલુ કરી છે.

H-1B વિઝાને સામાન્ય રીતે નોન ઇમિગ્રન્ટ વિઝા ગણવામાં આવે છે, જેનાથી અમેરિકાની કંપનીઓ ખાસ કુશળતાની કામગીરી માટે વિદેશી કામદારોને નોકરીએ રાખી શકે છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો લોકોને નોકરી આપવા માટે આ પ્રકારના વિઝાનો ઉપયોગ કરે છે.

ઇમિગ્રન્ટના જીવનસાથી વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિયેશનને દાખલ કરેલા કાનૂની દાવા બાદ હોમલેન્ડ સિક્યોરિટીઝ વિભાગ જીવનસાથીને ઓટોમેટિક વર્ક પરમીટ આપવા સંમત થયો છે.

એસોસિયેશનના જોન વેસ્ડેને જણાવ્યું હતું કે એચ-ફોર વિઝા હોલ્ડર્સ એક એવું ગ્રૂપ છે કે જે હંમેશા એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ (EADs)ના ઓટોમેટિક એક્સ્ટેન્શન માટેના નિયમનકારી ટેસ્ટમાં પાસ થાય છે, પરંતુ આ એજન્સીએ અગાઉ આ લાભ આપ્યો ન હતો અને ફરી ઓથોરાઇઝેશન માટે રાહ જોવાની ફરજ પાડી હતી. લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. તેઓ કોઇ કાનૂની કારણ વગર તેમની ઊંચા વેતનની નોકરી ગુમાવી રહ્યાં છે. તેનાથી આ લોકોને અને અમેરિકાના બિઝનેસને નુકસાન થાય છે.

કોર્ટમાં આ લિટિગેશનને પગલે યુએસ સિટિજનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ને એવી નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી છે કે જેમાં માત્ર એક સભ્યની EAD અરજીઓ પેન્ડિંગ હોય તે દરમિયાન તેમને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશનના ઓટોમેટિક એક્સ્ટેન્શનનો લાભ મળતો ન હતો.

અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિયેશનને જણાવ્યું હતું કે આ એક મોટી સિદ્ધી છે. પક્ષકારોની સમજૂતીથી USCIS ના વલણમાં મોટો ફેરફાર થશે. USCIS હાલમાં સ્વીકારે છે કે એલ-ટુ જીવનસાથીને ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશનનું સ્ટેટસ મળે છે. આનો અર્થ એવો થાય છે છે કે એક્ઝિક્યુટિવ અને મેનેજર્સના આવા જીવનસાથીઓએ અમેરિકામાં નોકરી કરતા પહેલા એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન માટે અરજી કરવી પડશે નહીં.

AILAના ડિરેક્ટર (ફેડરલ લિટિગેશન)ના જેસી બ્લેસે જણાવ્યું હતું કે અમે આ સમજૂતીથી આનંદ થયો છે. તેનાથી એચ-ફોર વિઝા હોલ્ડર્સના જીવનસાથીને લાભ મળે છે. વહીવટીતંત્ર એ માનવા તૈયાર થયું છે કે નોન ઇમિગ્રન્ટના જીવનસાથીની લિટિગેશનની પતાવટ થવી જોઇએ અને ઝડપથી થઈ છે તે વાતથી અમને સંતોષ થયો છે.
ઓબામા સરકારે H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીની કેટલીક કેટેગરીમાં વર્ક ઓથોરાઇઝેશનને મંજૂરી આપી હતી. અત્યાર સુધી આશરે 90,000 એચ-ફોર વિઝા હોલ્ડર્સને વર્ક ઓથોરાઇઝેશન મળ્યું છે. આમાંથી ઇન્ડિયન અમેરિકન મહિલાની સંખ્યા ઘણી મોટી છે.