Harbhajan Singh participated in AAP's road show
(ANI Photo)

ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા હરભજન સિંહે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા પહેલા વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાથે આમ આદમી પાર્ટીના અમદાવાદ, માણસા અને વિજાપુરમાં રોડ શોમાં ભાગ લીધો હતો.

હરભજન સિંહને આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સભ્ય પણ બનાવ્યા છે. તેમણે લોકોને મફત વીજળી જોઈતી હોય તો 8 ડિસેમ્બરની ચૂંટણી પરિણામોની તારીખ યાદ રાખવા અનુરોધ કર્યો હતો. હરભજન સિંહે કહ્યું હતું કે “કેમ છો …8 ડિસેમ્બરે પરિણામ એવું હોવું જોઈએ કે તે દરેકને આનંદથી ભરી દે.”

દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ અને પંજાબના તેમના સમકક્ષ માન દ્વારા હરભજન સિંહને ખુલ્લા વાહનમાં બેસાડવામાં આવ્યા હતા. AAP ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 181 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. હરભજન સિંહ અને ભગવંત માનએ માણસા, વિજાપુર અને વિસનગરમાં રોડ-શો પણ કર્યા હતા. ભગવંત માને કહ્યું કે જ્યારે અન્ય પક્ષો દ્વારા વચન આપવામાં આવેલ “અચ્છે દિન” (અચ્છે દિન) ક્યારે આવશે તે કોઈને ખબર નથી, પરંતુ સચ્ચે દિન 8 ડિસેમ્બરે આવશે.

LEAVE A REPLY

2 × four =