The agency asking Harry and Meghan for a photo proved that there is no king in America!
(Photo by Chris Jackson/Chris Jackson/Getty Images)

પાકિસ્તાનમાં સ્કૂલમાં ભણવા જવા બદલ તાલિબાનની ગોળી વાગતા ઇજા પામેલી મલાલા યુસુફઝઇ સાથેની મુલાકાતમાં, ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે મેં મારુ શિક્ષણ જાણે કે લેવા ખાતર લીધું હતું અને ઇટન કોલેજનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. પરંતુ હવે તેઓ પોતાના શિક્ષણની પ્રશંસા કરવા લાગ્યા છે. 36 વર્ષના હેરી ખાનગી પ્રેપ શાળાઓમાં ભણ્યા પછી તેમના ભાઈ પ્રિન્સ વિલિયમની સાથે ઈટનમાં જોડાયા હતા.

ડ્યુક અને ડચેસ ઑફ સસેક્સે યુ.એસ.માં મલાલા સાથે છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વાત કરતાં જણાવ્યું હતું કે ‘’લોકડાઉનને કારણે તેમના એક વર્ષના પુત્રના થઇ રહેલા વિકાસના સાક્ષી બન્યા હતા. અમે તેના પ્રથમ પગલા, તેની પ્રથમ દોડ, પ્રથમ વખત પડી જવું, તેની પહેલી વખત થતી બધી બાબતોના અમે બંને સાક્ષી થયા હતા.”

હેરીએ રોગચાળો વિશે કહ્યું હતું કે “અમે ખરેખર સખત મહેનત કરી રહ્યાં છીએ. આ દરેક માટે કેટલું પડકારજનક છે. મને લાગે છે કે તે જેટલું લાંબું ચાલશે, તેટલું માનસિક સ્વાસ્થ્યના પાસાથી વધુ [ખરાબ થવું] થશે.

છોકરીઓના શિક્ષણ વિશે હેરીએ કહ્યું હતું કે “રોગચાળા પહેલાથી 130 મિલિયન છોકરીઓ શિક્ષણની બહાર છે, અને તે સંખ્યા માત્ર ઉપર જઇ રહી છે. મને જે શિક્ષણ મળ્યું છે તેના માટે હું ખૂબ આભારી છું. તે સમયે હું ચોક્કસપણે, એટલો આભારી ન હતો, પરંતુ હવે તેના પર નજર નાંખુ છું ત્યારે મને આવી આશ્ચર્યજનક તક મળી તે ખૂબ જ આશીર્વાદરૂપ લાગે છે.”

મેગને ઉમેર્યું હતું કે “જ્યારે યુવાન છોકરીઓને શિક્ષણ મળે છે ત્યારે દરેક જીતે અને દરેક સફળ થાય છે. તે ઉચ્ચતમ સ્તરે સામાજિક સફળતા માટેનો માર્ગ ખોલે છે. શિક્ષણની બાબતમાં, હું ચોક્કસપણે ખૂબ જ આભારી છું કે હું યુનિવર્સિટીમાં પણ આગળ અભ્યાસ ચાલુ રાખવા માટે સક્ષમ બની હતી. ઘણી વખત ફક્ત સ્કૂલબુક તમારી પાસે હોવી તે ઘણા લોકો માટે લક્ઝરી બને છે.”

માર્ચથી લોસ એન્જલસમાં રહેતા દંપતીએ ગયા સપ્તાહે એક ફોટો એજન્સી સામે કાયદેસરની લડત જીતી હતી જેણે આર્ચીના ફોટોગ્રાફ્સ લીધા હતા. અમેરિકન એજન્સીને તે ફોટોની નકલો ડીલીટ કરવા, માફી માંગવા અને સસેક્સિસને કાનૂની ફી ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મેગને કહ્યું હતું કે ‘’2019માં આખી દુનિયામાં સૌથી વધુ ટ્રોલ થયેલ વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, હું હતી. તેમાંના આઠ મહિના તો હું પ્રસૂતિ પર અથવા બાળક સાથે હતી. આ વાતચીત દરમિયાનની પૃષ્ઠભૂમિમાં મહિલાઓને લગતા પુસ્તકો જણાયા હતા.