HCI leicester riots

ભારતીય હાઈ કમિશન લંડને સોમવાર તા. 26ના રોજ વીર બાલ દિવસના અવસર પર ગુરુ ગોવિંદ સિંહના બે સાહેબજાદાઓ પર ડિજિટલ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

ગુરુ ગોવિંદ સિંઘના ચારેય પુત્રોએ તેમનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું જેને સાહિબજાદા ઝોરાવર સિંહ અને ફતેહ સિંહના શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તત્કાલિન શાસક ઔરંગઝેબના આદેશ પર મુઘલ દળો દ્વારા ધર્મ બદલવા દબાણ કરાયા બાદ  સરહિંદ (પંજાબ)માં છ અને નવ વર્ષની નાની વયે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

આ અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે “સાહિબજાદાઓ”ની હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે હવેથી 26મી ડિસેમ્બરને “વીર બાલ દિવસ” તરીકે ચિહ્નિત કરવામાં આવશે.

LEAVE A REPLY

one × 3 =