ગુજરાતમાં અત્યારે વાવાઝોડાનો માહોલ છે. તેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જનજીવનને ગંભીર અસર પહોંચી હતી. હવે આ વાવાઝોડાની અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તરફ ફેલાઇ છે. શનિવારે આ પ્રાંતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.

પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, સમી- હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાંપણ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા, જ્યારે સાબરકાંઠામાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ચારણકાના એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટમાં પાણી ફરી વળ્યા હતા.

LEAVE A REPLY

eleven − ten =