પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લંડનમા વંશીય ભેદભાવનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. લંડનની એક પ્રાથમિક શાળામાં માત્ર 8 વર્ષના હિન્દુ વિદ્યાર્થીને તેના કપાળ પર તિલક(ચાંદલો) કરવા બદલ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે અંતે બાળકે શાળા બદલવાની ફરજ પડી હતી.

બ્રિટિશ હિન્દુ અને ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાના જણાવ્યા અનુસાર, લંડનની વિકાર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલના કર્મચારીઓએ માસૂમ બાળકને તેની ધાર્મિક પરંપરાઓ અંગે ખુલાસો આપવા દબાણ કર્યું હતું. સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે શાળાના હેડ ટીચર રિસેસ દરમિયાન સતત બાળક પર નજર રાખતા હતા, જેના કારણે 8 વર્ષનો બાળક ભયભીત થઈ ગયો હતો.

શાળાના હેડ ટીચર દ્વારા રાખવામાં આવતી સતત દેખરેખ અને દબાણને કારણે 8 વર્ષનો માસૂમ બાળક એટલો ભયભીત થઈ ગયો હતો કે તેણે અન્ય સાથીદારો સાથે રમવાનું બંધ કરી દીધું અને તે સાવ એકલવાયો પડી ગયો હતો.

એટલું જ નહીં, એવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે માત્ર તેની ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓને કારણે બાળકને શાળામાં સોંપવામાં આવેલા જવાબદારીભર્યા હોદ્દાઓ પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો, જે બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત આઘાતજનક સાબિત થયું છે.

LEAVE A REPLY