અમેરિકાના કેલિફોર્નિયાના પિટ્સબર્ગના ટ્રી ઓફ લાઈફ સિનેગોગમાં થયેલા દુ:ખદ ગોળીબારની 5મી વર્ષગાંઠ નિમિત્તે મેનરોવિલેના હિંદુ-જૈન મંદિર ખાતે હિન્દુ-યહૂદી ધર્મના લોકોએ એકસાથે આવી ધાર્મિક હિંસા સામે એકતા સમારોહ યોજીને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને વૃક્ષારોપણ કરી પર્યા વરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો.

ધાર્મિક હિંસા સામે શક્તિશાળી અભિગમ અપનાવી એકતા, શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઑક્ટોબર 2018માં, પિટ્સબર્ગના સ્ક્વિરલ હિલ વિસ્તારમાં ટ્રી ઑફ લાઇફ સિનાગોગમાં યહૂદી સમુદાયના લોકો પર ભયંકર હુમલો કરાતા 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા.

હિંદુ-જૈન મંદિરના સ્થાપક અને આધ્યાત્મિક નેતા પરમાર્થ નિકેતન, ઋષિકેશના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતી અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીએ હિન્દુ જૈન મંદિર સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ અને પૂજારીઓ સાથે ટ્રી ઓફલાઇફના રબ્બી જેફરી માયર્સ અને સ્ટેન્ડ વિથ અસના જુલી પેરીસનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, વક્તાઓએ અહિંસાના મુખ્ય સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો, જે યહૂદી અને હિન્દુ બંને પરંપરાઓમાં ઊંડે સુધી વ્યાપેલો છે.

LEAVE A REPLY

13 + two =