નવી દિલ્હીમાં મંગળવાર, 9 એપ્રિલ, 2024ના રોજ આગામી વેબ સિરીઝ 'હીરામંડી'ના ટ્રેલર લોન્ચ દરમિયાન બોલિવૂડ કલાકારો અદિતિ રાવ હૈદરી, મનીષા કોઈરાલા, શર્મિન સેગલ, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને સોનાક્ષી સિંહા. (પીટીઆઈ ફોટો)
સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત સીરિઝ ‘હીરામંડી’1 મેનાં રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં જૂના જમાનામાં વેશ્યાઓની સ્થિતિને દર્શાવવામાં આવી છે. જેમાં વેશ્યાવૃત્તિ અને રેડ લાઈટ એરિયાની વાસ્તવિકતાના જુદા જુદા પાસાઓને દર્શાવવામાં આવ્યા છે. આવા સંવેદનશીલ વિષય પર અગાઉ પણ ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે અને દર્શકોએ તેની પ્રશંસા કરી હતી. ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યારે ઉપલબ્ધ આ વિષયક સાત ફિલ્મોની યાદી અત્રે રજૂ  કરવામાં આવી છે.
ચમેલી: 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચમેલી’માં કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં એક વિધુર પુરુષ અને વેશ્યા વચ્ચેની મિત્રતાની કહાની દર્શાવવામાં આવી હતી.
બેગમ જાન: આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી અને તેમાં વિદ્યા બાલને ‘બેગમ જાન’નો રોલ કર્યો હતો. આ ફિલ્મ બેગમ જાન પર આધારિત હતી, જેનો ભાઈ રેડક્લિફ લાઈન પાસેના ગામડાઓમાં રહે છે.
તલાશ: આ ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂર ખાન અને રાની મુખર્જી છે. આ એક મનોવૈજ્ઞાનિક હોરર ફિલ્મ છે, જે સેક્સ વર્કરોના જીવનને ઉજાગર કરે છે.
B.A. પાસ: વેશ્યાવૃત્તિ પર આધારિત ઘણી બોલીવૂડ ફિલ્મો છે જેમાંથી એક છે ‘B.A. પાસ’. આ ફિલ્મ સંપૂર્ણપણે પુરૂષ વેશ્યાવૃત્તિ પર આધારિત છે અને તેમાં શિલ્પા શુક્લા અને શાદાબ કમલ મુખ્ય ભૂમિકામાં છે.
લક્ષ્મી: ફિલ્મમાં લક્ષ્મી નામની નાની છોકરીની વાર્તા છે જેનું અપહરણ કરવામાં આવે છે અને પછી તેને વેચી દેવામાં આવે છે અને ત્યારબાદ તેને બળજબરીથી વેશ્યા બનાવવામાં આવે છે. આ ફિલ્મમાં માનવ તસ્કરી અને બાળ વેશ્યાવૃત્તિના સંવેદનશીલ વિષયને દર્શાવવામાં આવ્યો છે.
ચાંદની બાર: આ બહુચર્ચિત ફિલ્મનું દિગ્દર્શન મધુર ભંડારકરે કર્યું છે, ફિલ્મમાં તબ્બુનાં અભિયનની પણ ખૂબ જ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મમાં દમદાર અભિનય માટે તબ્બુને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.
મંડી: વર્ષ 1983માં રિલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું હતું. ફિલ્મમાં શબાના આઝમી, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા અને ઓમપુરી જેવાં પીઢ કલાકારોએ દમદાર અભિનય કર્યો હતો.

LEAVE A REPLY

sixteen − 14 =