(istockphoto.com)

જો તેમનું શરીર અડધા કલાકની અંદર ઠંડુ થઈ જાય તો તે સામાન્ય રીતે ગંભીર નથી.

એનએચએસની સલાહ છે કે તેમને ઠંડી જગ્યાએ ખસેડો, તેમને સુવડાવી દો અને પગ સહેજ ઉંચા કરો. તેમને પુષ્કળ પાણી પીવા માટે આપો. સ્પોર્ટ કે રીહાઇડ્રેશન પીણાં પણ ઠીક છે. તેમની ત્વચાને ઠંડી કરો – તેમના પર ઠંડા પાણીથી સ્પ્રે કરો અથવા સ્પંજ કરો અને તેમને પંખો નાંખો. તેમની બગલ અથવા ગળાની આસપાસ કોલ્ડ પેક લગાવો.

જો તેઓ 30 મિનિટમાં રીકવર ન થાય તો તેમને હીટ સ્ટ્રોક – લુ લાગે ત્યારે લેવા જોઇતા પગલા લો. અને તેને મેડિકલ ઇમરજન્સી ગણી 999 પર કૉલ કરવો જોઈએ.

હીટ સ્ટ્રોકવાળા લોકોને ગરમી લાગતી હોવા છતાં પરસેવો બંધ થઇ શકે છે, તેમના શરીરનું તાપમાન 40 ડીગ્રી સેલ્સીયસની ઉપર જઇ શકે છે અને તેમને આંચકી આવે છે અથવા બેભાન થઇ શકે છે.

લોકોને ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યારે તડકામાં ન રહેવાની સલાહ અપાઇ રહી છે તેમજ પુષ્કળ પ્રવાહી પીવા અને ગરમી હોય ત્યારે વધુ આલ્કોહોલ ન પીવા અને શારીરિક શ્રમ ટાળવા જણાવાયું છે. આગામી કેટલાક દિવસોમાં ઘણા લોકોને ડિહાઇડ્રેશન, ઉબકા આવવા અને થાક લાગવા સહિત સનબર્ન અથવા લુ લાગવાનું જોખમ થઈ શકે છે.