Sponsored feature

દીવાળી એટલે પ્રકાશનું પર્વ, આપણા અને લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું પર્વ, સમાજને કઇંક પરત આપવાનું પર્વ તેમજ અન્ય લોકો માટે કરેલા સારા કાર્યોની સ્વીકૃતિ આપવાનું પર્વ. હિન્દુ, જૈન, શીખ અને બૌધ્ધ ધર્મના લોકો નિસ્વાર્થ સેવા અને દાનમાં વિશ્વાસ રાખે છે.

દિવાળીની પૂર્વસંધ્યાએ દાનની આ ભાવનાને પ્રકાશિત કરવા માટે, આ વર્ષે બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ અપીલ દ્વારા બાળકો અને યુવા લોકો માટે ભંડોળ એકઠું કરવા માટે HSBC યુકે પાછળ રહીને મદદ કરી રહી છે.

2020નું વર્ષ યુકેમાં એક અભૂતપૂર્વ પડકાર અને પરિવર્તન લઇને આવ્યું હતું. આ સંજોગોમાં HSBC યુકેનો હેતુ ‘ધ ન્યુ ડિફરન્ટ’ અભિયાન થકી લાંબા ગાળાના અને સકારાત્મક પરિવર્તન લાવવાનું લક્ષ્ય સિધ્ધ કરવાનો છે, જે પ્રેક્ષકોને પ્રોત્સાહિત કરે છે કે તેઓ ‘સામાન્યતા’ તરફ પાછા ફરવાની રાહ જોવાને બદલે મળેલી આ તકનો ઉપયોગ વધુ સારી દુનિયા બનાવવા માટે કરે.

HSBC યુકેના હેડ ઑફ બ્રાન્ડ માર્કેટિંગ સારાહ મેયાલે જણાવ્યું હતું કે, “એક બેંક તરીકે, અમારો હેતુ 155 વર્ષથી વધુ સમયથી લોકોને પરિવર્તનના પવનને શોધખોળ કરવામાં મદદ કરવાનો છે. હવે પહેલા કરતા પણ વધારે, અમે યુકેના લોકો, બિઝનેસીસ અને સમુદાયોને દર્શાવવા માંગીએ છીએ કે અમે તેમને ટેકો આપવા માટે અહીં છીએ. આ નવી ઝુંબેશ અમારી એ કહેવાની રીત છે કે ‘આ ફેરફારને આગળ વધારવા અને સાથે મળીને નવું અલગ કરવા માટે, જ્યારે તમે તૈયાર હો ત્યારે અમે તૈયાર છીએ.’

બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ

યુકેમાં ઘણા બાળકો અને યુવાન લોકો કોવિડ-19 રોગચાળાને પરિણામે પડકારોનો સામનો કરી રહ્યા છે, જે સાબિત કરે છે કે બાળકો અને યુવાનોને, તેમને મળવું જોઇતુ તમામ જરૂરી સમર્થન પ્રાપ્ત થાય છે તેની ખાતરી કરવી પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. વર્ષોથી, HSBC યુકેએ બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ સહિત યુકેમાં ચેરિટી માટે લાખો પાઉન્ડ એકત્ર કર્યા છે.

બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ યુકેભરમાં લાભવંચીત બાળકો અને યુવાનોને મદદ કરતા સમુદાયોમાં કાર્યરત હજારો પ્રોજેક્ટ્સમાં સહાય કરે છે.  બેન્કની લોએસ્ટૉફ્ટ શાખાના સાથીદાર લિંડા રશ્મેરે અમને જણાવ્યું હતું કે ‘’HSBC યુકેએ, ટોપકેટ્સને તેના મકાન અને સુવિધામાં સુધારો કરવામાં મદદ કરી ચેરિટીને બાળકો અને યુવાનોને વધુ સેવાઓ આપવા મંજૂરી આપી હતી જેમાં રજાઓ દરમિયાનની  પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે માટે બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ દ્વારા ફંડ આપવામાં આવે છે.’’

“મારો પુત્ર લુઇસ ગંભીર રીતે ઓટીસ્ટીક છે અને ટોપકેટ્સ, સ્થાનિક ચેરિટી જે 30 વર્ષ સુધીના બાળકો અને પુખ્ત વયના લોકોની જરૂરિયાતોને ટેકો આપે છે, તેને સલામત જગ્યામાં મિત્રો સાથે સમય પસાર કરવાની તક આપી છે.

આ જોડાણને કારણે જ મેં મારા સાથીઓને બે અલગ પ્રોજેક્ટમાં સામેલ થવા કહ્યું, પ્રથમ મકાન અને સુવિધાઓ સુધારવા અને બીજું, આઉટડોર સ્પેસ સુધારવા.

આ નાણાં સેન્સરી રૂમ, તમામ નવુ ફર્નિચર અને સંપૂર્ણ ડેકોરેશન, ઇન્ડોર સેન્સરી સ્વિંગ, શાકભાજી ઉગાડવા માટેની પોલીટનલ, વ્હીલચેર વાપરનારા લોકો માટે ટ્રેમ્પોલીન, આઉટોડોર એક્ટીવીટીઝ, પિકનિક ટેબલ અને ખુરશીઓ, સુરજથી બચાવતા આઉટડોર શેલ્ટર ને અન્ય આકર્ષણો વગેરે માટે ફળવાયા હતા.

શાળાની રજાઓ દરમ્યાન 5થી 18 વર્ષની વયના બાળકો અને યુવાનોને મનોરંજક પ્રવૃત્તિઓ પ્રદાન કરવા માટે, ટોપકેટ્સને હવે બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ તરફથી ત્રણ વર્ષથી વધુ સમય માટે ભંડોળ તરીકે £18,374 પ્રાપ્ત થશે. રજા દરમિયાનની પ્રવૃત્તિઓ થકી બાળકો અને યુવાન લોકોને મનોરંજક અનુભવો, વધુ શારીરિક રીતે સક્રિય થવાની અને સ્વતંત્રતાનો અનુભવ કરવાની તક આપે છે.

આ વર્ષની બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ માટે જરૂરી નાણાં એકત્રિત કરવા માટે, હું ‘એક્ટ યોર એજ’ ભંડોળ ઉભું કરવાના અભિયાનમાં જોડાનાર છું અને મારી ઉંમરથી પ્રેરિત થઇ, 58 માઇલ સાયકલ ચલાવીને નાણાં એકત્ર કરીશ.

હું માનું છું કે આ ક્ષણે ચેરીટીને દાન આપવું એ પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ છે. પ્રતિબંધોને કારણે ટોપકેટ્સ સહિતની ઘણા સખાવતી સંસ્થાઓ આ વર્ષે ભંડોળ ઉભું કરવાની પ્રવૃત્તિઓ ચલાવી શકી નથી, તેથી મહત્વપૂર્ણ ભંડોળ એકત્ર કરવા માટે સંઘર્ષ કરી રહી છે.”

અમે આ દિવાળીમાં બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ માટે જે ભંડોળ એકત્ર કરીએ છીએ તે યુકેના સમુદાયોમાં 3,900 થી વધુ સ્થાનિક ચેરિટીઝ અને પ્રોજેક્ટ્સને સમર્થન આપવા તરફ જશે, જેઓ ગરીબીમાં જીવી રહ્યા છે, અપંગ અથવા બીમાર છે, અથવા તકલીફ, ઉપેક્ષા અથવા આઘાતનો અનુભવ કરી રહ્યા છે તેવા અસંખ્ય ગેરલાભનો સામનો કરી રહેલા બાળકો અને યુવાનોને મદદ કરશે.

દાન કરવા માટે QR કોડ સ્કેન કરો અથવા અથવા hsbc.co.uk/campaign/children-in-needની મુલાકાત લો.

HSBC યુકેના ભંડોળ ઉભું કરવાના પ્રયત્નો 13 નવેમ્બરના રોજ ‘બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ અપીલ નાઈટ’ દરમિયાન બીબીસી વન પર ઉજવવામાં આવશે. આ વર્ષે તેની 40મી વર્ષગાંઠની ઉજવણી કરતી બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ સાથે, થોડા આશ્ચર્યની રાહ જોવી પડશે.

નાણાકીય શિક્ષણમાં પ્રવેશ

HSBC યુકે ‘બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ નેટવર્કને તેમના તેમના નાણાકીય શિક્ષણના કાર્યક્રમમાં પ્રવેશ આપશે. HSBC યુકેના ડિજિટલ નાણાકીય શિક્ષણ સત્રોનો લાભ સ્થાનિક ચેરિટીઝ અને બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા પ્રોજેક્ટ્સ દ્વારા

યુકેભરમાં સમુદાયોના બાળકો અને યુવાનો લઇ શકશે. બીબીસી ચિલ્ડ્રન ઇન નીડ હાલમાં યુકેમાં 3,900થી વધુ સ્થાનિક સખાવતી સંસ્થાઓ અને સમુદાય જૂથોને ભંડોળ પૂરું પાડે છે, જેમણે એકલા છેલ્લા વર્ષમાં 500,000 થી વધુ લાભવંચીત બાળકો અને યુવાન લોકોના જીવનમાં પરિવર્તન કરવામાં મદદ કરી હતી.