HSBC કોવિડ-19ના કારણે નફો ઓછો થતા 35,000 લોકોને છૂટા કરવાની પ્રક્રિયાને વેગ આપશે. કોરોનાવાયરસ સંકટમાં ‘બેડ ડેટ’ના આવરી લેવા તેણે બીજા £2.9 બિલીયન બાજુ પર રાખવાની ફરજ પડશે. બેન્કે જાહેરાત કરી હતી કે બીજા ક્વાર્ટરમાં કરવેરા પૂર્વેનો નફો 80% કરતા વધુ એટલે કે $1.1 બિલીયન જેટલો ઓછો થશે તેવી  લંડનમાં હેડક્વાર્ટર ધરાવતી બેંકે સોમવારે તા. 3ના રોજ જાહેરાત કરી હતી.

ક્યારેય સમાપ્ત ન થનારા યુ.એસ.-ચાઇના ગ્લોબલ પાવર પ્લેને કારણે HSBCને સૌથી મોટી ખોટ થઇ રહી છે. બેંક ચીન અને હોંગકોંગમાં પોતાનો મોટાભાગનો નફો કરે છે. હોંગકોંગમાં ચાઇનાના વિવાદિત સુરક્ષા કાયદાને સમર્થન પવા બદલ HSBC તકલીફમાં મુકાયું છે અને બીજી તરફ હ્યુઆવેના એક્ઝિક્યુટિવની ધરપકડમાં તેની કથિત ભૂમિકા અંગે બેઇજિંગ દ્વારા પણ તેના પર હુમલો કરવામાં આવ્યો છે.