હિન્દુ સ્વયંસેવક સંઘ (UK) દ્વારા તેના ફ્લેગશિપ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ – સંઘ શિક્ષા વર્ગ (SSV)ની 50મી વર્ષગાંઠની ઉજવણી કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્રસંગે 139 સ્વયંસેવકો સાથે કુલ 605 સમર્થિત શિક્ષાર્થીઓની અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ-બ્રેકિંગ હાજરી રહી હતી. જે પરંપરાગત મૂલ્ય-આધારિત શિક્ષણ અને નેતૃત્વ તાલીમની કાયમી અપીલ દર્શાવે છે.
યુકેના 65 શહેરોમાંથી આવેલા 167 વર્કીંગ પ્રોફેશનલ્સે શિબિરોનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવા અને આગામી પેઢીના વિકાસમાં રોકાણ કરવા માટે ઇન્સટ્ર્ક્ટર્સ અને સહાયક ટીમો તરીકે સેવા આપવા માટે સ્વેચ્છાએ તેમની વાર્ષિક હોલીડેઝનો ત્યાગ કર્યો હતો.
એક કોર્ડીનેટર બૈજુ શાહે ચાર વર્ષનો માળખાગત SSV કાર્યક્રમને “અહંકાર વિના સ્વ-પ્રેરિત ભાવિ નેતાઓ અને સમાજને વધુ સારું બનાવવા માટેની પ્રતિબદ્ધતા” તરીકે વર્ણવ્યો હતો.
શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસને સંયોજિત કરતા વ્યાપક અભિગમ દ્વારા, કિશોરોથી લઈને પચાસના દાયકાના પુખ્ત વયના લોકો સુધીના લોકો સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીની સખત દૈનિક તાલિમમાં જોડાય છે. જેમાં યોગ, ટીમ પ્રવૃત્તિઓ, માળખાગત વ્યાખ્યાનો, ધ્યાન અને સમુદાય સેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ વર્ષના SSV એક એવો પરિવાર જોયો હતો જેમાં દાદા, પિતા અને પુત્રએ એક જ શિબિરમાં હાજરી આપી હતી.
કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ચેરિટી, સમુદાય જૂથો, ધાર્મિક સંગઠનો, મેયર, સ્થાનિક કાઉન્સિલરો અને આંતરધાર્મિક સમુદાયોના પ્રતિનિધિઓ સહિત બાહ્ય સંસ્થાઓના 190થી વધુ પ્રતિનિધિઓને SSVના શિક્ષણ અને વાતાવરણનો અનુભવ કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
વોકિંગહામ બરો કાઉન્સિલના કાઉન્સિલર પૌલિન જોર્ગેનસનએ સંસ્થાના પ્રભાવની પ્રશંસા કરતાં કહ્યું હતું કે “HSS એ શિક્ષણ અને દાન માટે ખૂબ જ મોટું કામ કર્યું છે, અને બધા ઉપસ્થિતો, નાના અને મોટા, માટે વાતાવરણ અદ્ભુત હતું.”
SSV અભ્યાસક્રમ ત્રણ મૂળભૂત સિદ્ધાંતોની આસપાસ બનેલો છે: સંસ્કાર (ધાર્મિક મૂલ્યો અને ચારિત્ર્યનું સંવર્ધન), સેવા (સમુદાય માટે નિઃસ્વાર્થ સેવા), અને સંગઠન (એકતા અને સંગઠન). જોડાયેલા સૌ સહભાગીઓ પરંપરાગત હિન્દુ મૂલ્યોની સાથે વ્યવહારુ નેતૃત્વ કૌશલ્ય વિકસાવવા માટે રચાયેલ પ્રવૃત્તિઓમાં જોડાય છે.
આ કાર્યક્રમ એક પ્રેઝન્ટેશન ડે સાથે સમાપ્ત થયો હતો જ્યાં પરિવારો અઠવાડિયા જેટલી લાંબી સઘન તાલીમ દરમિયાન શિક્ષાર્થીઓએ વિકસાવેલી કુશળતા અને જ્ઞાનના પ્રદર્શનના સાક્ષી બને છે.
૧૯૭૫થી SSVએ યુકેમાં એવા સ્નાતકો ઉત્પન્ન કર્યા છે જેઓ તેમના વિકસિત કૌશલ્યોને પ્રોફેશનલ કારકિર્દી, સરકાર અને ઉદ્યોગસાહસિકતામાં લઈ જઈને તેમના સમુદાયોની સેવા કરવાનું ચાલુ રાખે છે. અહંકાર વિના “જવાબદાર નાગરિકો” વિકસાવવા પરનો કાર્યક્રમ નવી પેઢીઓને સ્પર્શે છે.
હિન્દુ સ્વયંસેવક સંઘ (યુકે) એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠન છે જે બ્રિટિશ સમાજમાં હિન્દુ મૂલ્યો અને પરંપરાઓને જાળવી રાખવા અને વ્યાપક સમુદાયમાં યોગદાન આપવા માટે સમર્પિત છે.
વધુ માહિતી માટે જુઓ www.hssuk.org
