Hurricane Julia hits Central America
REUTERS/Jose Cabezas
સેન્ટ્રલ અમેરિકના અલ સાલ્વાડોર અને ગ્વાટેમાલાના વિસ્તારોમાં સોમવારે જુલિયા વાવાઝોડું ત્રાટકતા 28 લોકોના મોત થયા હતા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા. આ વાવાઝોડું રવિવાર નિકારાગુઆમાં લેન્ડફોલ થયું હતું અને મેક્સિકોમાં પ્રવેશતાની સાથે નબળું પડવાની ધારણા છે.
ગ્વાટેમાલામાં પાંચ લોકો મૃત્યું પામ્યા હતાં. હ્યુહુતેનાંગો પ્રાંતમાં બચાવ અને રાહત કાર્ય કરતી વખતે એક સૈનિક સહિત નવ લોકોના મોત થયા હતા. અલ સાલ્વાડોરમાં કોમાસાગુઆ શહેરમાં દિવાલ ધરાશાયી થતાં પાંચ સૈનિકોના મોત થયા હતા. આ સૈનિકોએ દિવાલ પાછળ આશ્રય મેળવ્યો હતો. કરંટ લાગવાથી અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું.
હરિકેન જુલિયા રવિવારે વહેલી સવારે નિકારાગુઆસના મધ્ય કેરેબિયન કિનારે ત્રાટક્યું હતું અને સોમવાર સુધીમાં તોફાન ગ્વાટેમાલાની તરફ આગળ વધ્યું હતું. આ વાવાઝોડાને પગલે પ્રતિ કલાક 45ની સ્પીડે પવન ફુંકાયો હતો.
મંગળવારે સમગ્ર મધ્ય અમેરિકા અને દક્ષિણ મેક્સિકોમાં પૂર અને ભૂસ્ખલની સંભાવના છે. આ કુદરતી તોફાન અલગ-અલગ વિસ્તારોમાં 38 સેન્ટિમીટર વરસાદ લાવશે તેવી અપેક્ષા છે.ગ્વાટેમાલામાં પૂર અને વધતા જળપ્રવાહોને કારણે આશરે 1,300 લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. નિકારાગુઆમાં ઓછામાં ઓછા 9,500 લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. પનામા, હોન્ડુરાસ અને કોસ્ટારિકામાં પણ ભારે વરસાદ અને સ્થળાંતરના અહેવાલ આવ્યા હતા. અહીં ધોધમાર વરસાદને કારણે કેટલાક હાઇવે બંધ કરવામાં આવ્યા હતા.


regards

 

LEAVE A REPLY

2 − one =