PM Narendra Modi to inaugurate Shri Mahakal Lok
(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર (11 ઓક્ટોબર)એ ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોક કોરિડોરના પ્રથમ તબક્કાનો પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરમાં પ્રવાસીઓને વર્લ્ડ કલાસ સુવિધા માટે આ સમગ્ર મંદિર પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે. તેના પ્રથમ તબક્કાના નિર્માણમાં રૂ.856 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેને મહાકાલેશ્વર મંદિર કોરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે.

શ્રી મહાકાલ લોક એ રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કોરિડોર ખુલ્યા બાદ મંદિરમાં દર્શન વ્યવસ્થાને સુવ્યવસ્થિત થઈ શકશે. આ કોરિડોરનું નિર્માણ કાર્ય આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મહાકાલ મંદિરનો નવનિર્મિત કોરિડોર 108 સ્તંભો પર બાંધવામાં આવ્યો છે, 910 મીટરનું આખું મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું રહેશે. મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં મહાકાલ વનની કલ્પનાને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે, તેને સેંકડો વર્ષો પછી વાસ્તવિકતા આપવામાં આવી છે. કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશદ્વાર – નંદી ગેટ અને પિનાકી ગેટ બનાવવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે 900 મીટરથી વધુ લાંબો ‘મહાકાલ લોક’ કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની આસપાસ ફેલાયેલો છે. ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસના વિસ્તારને પુનર્વિકાસ કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે રૂદ્ર સાગર તળાવને પુનર્જીવિત કરવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગોમાંથી એક અહીં મહાકાલેશ્વર દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક અહીં મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશદ્વાર- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે અને રસ્તામાં મનોહર દૃશ્યો આપે છે. મહાકાલ મંદિરના નવનિર્મિત કોરિડોરમાં 108 સ્તંભ બનાવવામાં આવ્યા છે, 910 મીટરનું આ આખું મહાકાલ મંદિર આ સ્તંભો પર આરામ કરશે.

રૂ.316 કરોડમાં તૈયાર થયેલ મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં જે સુંદર રીતે મહાકાલ વનની કલ્પના રજૂ કરવામાં આવી છે, તેને સેંકડો વર્ષો પછી વાસ્તવિકતા મળી છે.

 

મોદીએ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં પૂજા કરી હતી (ANI Photo)

LEAVE A REPLY

nine + sixteen =