બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શુક્રવારે ગીર સોમનાથમાં સોમનાથ મંદિરે પ્રાર્થના કરવા પહોંચી હતી.(ANI Photo)

કંગના રનૌતે ગુરુવારે ગુજરાતના દ્વારકામાં દ્વારકાધીશ મંદિર (જગત મંદિર)ની મુલાકાત લીધી હતી અને રાજકારણમાં પ્રવેશ કરવાના સંકેત આપ્યા હતા. ગુજરાત ટ્રીપની ઘણી તસવીરો શેર કરતાં તેને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે કેટલાક દિવસોથી મારું હૃદય ખૂબ જ પરેશાન હતું, મને દ્વારકાધીશની મુલાકાત લેવાનું મન થયું હતું. હું શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવી.

કંગનાએ ગુજરાતના સોમનાથ મંદિરના પ્રવાસની પોતાની કેટલીક ઝલક શેર કરી હતી. તેને લીલા અને મરૂન સલવાર-સુટ અને હેવી ગોલ્ડ નેકલેસ અને ઇયરિંગ્સ પહેર્યા હતા.

એરિયલ એક્શન ફિલ્મ તેજસની રિલીઝના દિવસો પછી કંગના રનૌતની ગુજરાતની મુલાકાત લીધી છે. આ ફિલ્મ શરૂઆતના સપ્તાહમાં નિરાશાજનક હતી અને તે બોક્સ ઓફિસ પર કોઈ સુધારો દર્શાવવામાં નિષ્ફળ રહી છે.

રાજનીતિમાં જોડાવાનો સંકેત આપતા તેને જણાવ્યું હતું કે “જો ભગવાન કૃષ્ણ આશીર્વાદ આપશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ. મંદિરમાં અભિનેત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું તે આગામી લોકસભાની ચૂંટણી લડવામાં રસ ધરાવે છે.
હાલમાં કંગના રનૌત ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે કારણ કે એક પછી એક તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જઈ રહી છે, જેમાં તેની તાજેતરની ફિલ્મ તેજસ પણ સામેલ છે. થોડી આંતરિક શાંતિ મેળવવા માટે અભિનેત્રી શુક્રવારે પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં પ્રાર્થના કરવા ગઈ હતી. કંગના આગામી આગામી ફિલ્મ ઈમરજન્સીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

LEAVE A REPLY