આ વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે આયોવા કૌકસમાં ચોથા સ્થાને રહીને ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન વિવેક રામાસ્વામી રીપબ્લિકન ઉમેદવાર બનવાની હરિફાઇમાંથી હટી ગયા હતા. હવે તેમણે આ ચૂંટણી માટે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન જાહેર કરીને રીપબ્લિકન મતદારોને વ્હાઇટ હાઉસમાં “અમેરિકા પ્રથમ દેશભક્ત”ને મહત્ત્વ આપવા માટે વિનંતી કરી હતી.

રામાસ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “આ સંપૂર્ણ કેમ્પેઇન સત્ય બોલવા અંગે છે. આપણે આપણું લક્ષ્ય હાંસલ કર્યું નથી, અને આપણને વ્હાઇટ હાઉસમાં અમેરિકા પ્રથમ દેશભક્તની જરૂર છે. લોકોએ મોટેથી અને સ્પષ્ટ વાત કરી કે તેઓ કોને ઇચ્છે છે. આજે રાત્રે હું મારા કેમ્પેઇનને સ્થગિત કરી રહ્યો છું અને ડોનાલ્ડ જે. ટ્રમ્પને સમર્થન આપી રહ્યો છું અને તેમને અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બનાવવા માટે હું બધું જ કરીશ.”
વોશિંગ્ટન પોસ્ટના રીપોર્ટ મુજબ, 38 વર્ષીય આ નવા રાજકારણીએ ડેસ મોઇન્સમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મારા માટે નવા પ્રેસિડેન્ટ બનવાનો કોઈ વિકલ્પ નથી, આપણે આ દેશમાં કેટલીક બાબતોની ગેરહાજરીમાં તે જોવા ઇચ્છતા નથી. આપણે આજે રાત્રે જે આશ્ચર્ય આપવા ઇચ્છતા હતા તે અમે સિદ્ધ કરી શક્યા નથી.” બાયોટેક બિઝનેસમેન રામાસ્વામીએ ટ્રમ્પને પોતાનું સમર્થન આપીને વધુમાં જણાવ્યું હતું કે, તેમને ટીમનું, કેમ્પેઇન અને દેશ માટે ખૂબ જ ગર્વ છે.
રામાસ્વામીએ કહ્યું હતું કે, “મેં ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો. તેમને તેમના વિજય માટે અભિનંદન આપ્યા હતા. અને હવે આગળ તેમને પ્રેસિડેન્ટ પદ માટે મારું સંપૂર્ણ સમર્થન રહેશે.”

LEAVE A REPLY

twelve + fifteen =