(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની આઈસીસી ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે નિયુક્તી થઈ છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તેમણે આ પદ છોડ્યું હોવાથી તેનું સ્થાન હવે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ લીધું છે.

આઈસીસી ચેરમેન ગ્રેગ બાર્ક્લેએ જણાવ્યું હતું કે, સૌરવ ગાંગુલીને મેન્સ ક્રિકેટ કમિટીના ચેરમેન પદે હું તેમને આવકારું છું. તેમનો દાયકાઓનો ક્રિકેટના મહાન ખેલાડી તરીકેનો અનુભવ અને હવે વહીવટનો વ્યાપક અનુભવ અમને ક્રિકેટ સંલગ્ન નિર્ણયોમાં આગળ વધવામાં ખૂબ મદદરૂપ થશે.