(ANI Photo/ Mohd Zakir)

ભારતની પ્રગતિ અને અને વિશ્વના ભવિષ્યને આકાર આપવામાં ભૂમિકાની પ્રશંસા કરતા ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ જણાવ્યું હતું કે જો કોઈને “ભવિષ્ય જોવું” હોય, તો તેમણે દેશમાં આવવું જોઈએ.

અમેરિકી રાજદૂતે કહ્યું કે તે ભારતને પોતાનું ઘર કહેવા માટે ભાગ્યશાળી છે અને આ અનુભવને “મહાન વિશેષાધિકાર” ગણાવ્યો હતો. “હું ઘણી વાર કહું છું કે જો તમારે ભવિષ્ય જોવું હોય તો ભારત આવો, જો તમારે ભવિષ્યનો અનુભવ કરવો હોય તો ભારત આવો અને જો તમારે ભવિષ્ય પર કામ કરવું હોય, તો ભારત આવો. મને યુએસ મિશનના વડા તરીકે દરેક એક દિવસ આવું જોવામાટે સક્ષમ થવાનો મોટો લહાવો મળ્યો છે.

ભારત અને અમેરિકાની ભાગીદારીને મહત્ત્વપૂર્ણ ગણાવીને તેમણે જણાવ્યું હતું કે અમે અહીંયા કોઈને કશું શીખવાડવા માટે કે કોઈને બોધપાઠ આપવા માટે નથી આવ્યા. જોકે અમે પોતે અહીંયા કશું શીખવા માટે અને સાંભળવા માટે આવ્યા છે. વિચારોનું આદાન પ્રદાન ભારત અને અમેરિકાના સબંધોમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઈડનના મનમાં પણ ભારત પ્રત્યે બહુ સન્માનની લાગણી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને પણ ભારતના વખાણ કરતા કહ્યું હતું કે, ટેકનોલોજી અને બીજા ઘણાં ક્ષેત્રોમાં સહયોગના કારણે હવે ભારત અને અમેરિકાના સબંધો નવી ઉંચાઈને સ્પર્શી રહ્યા છે.

LEAVE A REPLY

20 + five =