સટનમાં ઇલ્યાસ હબીબી નામના 17 વર્ષના વિદ્યાર્થીની મંગળવાર 5 ડિસેમ્બરના રોજ લગભગ 19:08 કલાકે સટન હાઈ સ્ટ્રીટ પર છરા મારી હત્યા કરાઇ હતી.

પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સર્વીસને ઇલ્યાસ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. મેડિક્સના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, ઇલ્યાસને બચાવી શકાયો નહતો અને દુર્ભાગ્યપૂર્ણ રીતે ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી અને નિષ્ણાત અધિકારીઓ દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે.

તપાસનું નેતૃત્વ કરી રહેલા ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર માઈક નોલાને કહ્યું હતું કે “અમે જાણીએ છીએ કે ઈલ્યાસ ટ્રેન દ્વારા સટન હાઈ સ્ટ્રીટ પર આવ્યો હતો. તે સ્ટેશનની બહાર આવ્યો કે તુરંત જ તેને શંકાસ્પદ લોકો સાથે તકરાર થઇ હતી. જેઓ હુમલો કરી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.’’

મેટના સાઉથ એરિયા કમાન્ડના ચિફ સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડી બ્રિટને કહ્યું હતું કે “હું દરેકને વિનંતી કરું છું કે જો તમને આ કેસ કે હત્યારા અંગે માહિતી હોય તો સીધો 0208 721 4622, કે 101 પર રેફરન્સ 6107/5DEC ટાંકીને કૉલ કરવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

7 + thirteen =