2024માં ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાશે. આ ટુર્નામેન્ટની તારીખોની જાહેરાત કરવામાં આવી છે અને તે 4થી 30 જૂન દરમિયાન રમાશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝનાં 10 શહેરોમાં 27 દિવસ સુધી 20 ટીમો વચ્ચે 55 મેચ રમાશે. 147 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કોઈ વૈશ્વિક ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે. ICCએ અમેરિકાના શોર્ટલિસ્ટ કરાયેલાં ચાર શહેરોનું નિરીક્ષણ કર્યું છે, જેમાંથી ત્રણને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો નથી. આવનારા થોડા સમયમાં તમામ સ્થળોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
અત્યારે ચાર US શહેરો- ફ્લોરિડા, મોરિસવિલે, ડલ્લાસ અને ન્યૂયોર્કની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી માત્ર ફ્લોરિડાના લોડરહિલ સ્ટેડિયમને જ આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. અહીં ઓગસ્ટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે T20 મેચ પણ રમાશે. ICCની ગાઇડલાઇન મુજબ વર્લ્ડ કપની યજમાની માટે ઇન્ટરનેશનલ સ્ટેટસ મેળવવું જરૂરી છે. આ ટુર્નામેન્ટમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝનો પણ સમાવેશ થાય છે, તે અગાઉથી જ ક્વોલિફાય થઈ ચૂકી છે. આ ઉપરાંત રેન્કિંગના આધારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ક્વોલિફાય થયા છે. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યુ ગિની (PNG) એ પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે.

LEAVE A REPLY