ગુજરાતમાં 10 જુલાઈથી 15 જુલાઇ વચ્ચે  શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા હતા અને વાવયરસના કેસની સંખ્યા વધી 12 થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છમાંથી પાંચ મૃત્યુ નોંધાયાં હતાં, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું.

ચાંદીપુરા વાઇરસમાં તાવ આવે છે તથા ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (માથાનો દુઃખાવો) જોવા મળે છે. તે મચ્છર, બગાઇ અને માટીની માખીઓ દ્વારા ફેલાય છે.

પ્રધાને જણાવ્યું હતું કે 12 દર્દીઓમાંથી સાબરકાંઠા જિલ્લામાં ચાર, અરવલ્લીમાં ત્રણ તથા મહિસાગર અને ખેડામાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે. બે દર્દી રાજસ્થાનના અને એક મધ્યપ્રદેશના હતા. આ બંને ગુજરાતમાં સારવાર લીધી હતી. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ મૃત્યુ નોંધાયા છે, પરંતુ સેમ્પના ટેસ્ટ પછી જ તે સ્પષ્ટ થશે કે તે ચાંદીપુરા વાયરસના કારણે થયા હતા કે કેમ. સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલના આઠ દર્દીઓ સહિત તમામ 12 સેમ્પલ પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે. હિમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ 10 જુલાઈના રોજ ચાર બાળકોના મૃત્યુ માટે ચાંદીપુરા વાયરસની શંકા દર્શાવી હતી અને તેમના નમૂનાઓ પુષ્ટિ માટે NIVને મોકલ્યા હતા. બાદમાં હોસ્પિટલમાં વધુ ચાર બાળકોએ સમાન લક્ષણો જોવા મળ્યાં હતા.

ચાંદીપુરા વાયરસ ચેપી નથી. જોકે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન દેખરેખ હાથ ધરવામાં આવી છે. સરકારે 4,487 ઘરોમાં 18,646 વ્યક્તિઓની તપાસ કરી છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments