પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં 15 જાન્યુઆરીથી ચાલુ થયેલી અને 15 જુલાઈ સુધી ચાલુ રહેનારી લગ્નની સિઝનમાં આશરે 42 લાખ લગ્નો થવાની ધારણા છે અને તેનાથી આશરે રૂ.5.5 લાખ કરોડનો બિઝનેસ થશે, એમ ટ્રેડર્સ સંગઠની CAITની રીસર્ચ શાખા CAIT રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી જણાવ્યું હતું.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં જ 4 લાખથી વધુ લગ્નો થવાની ધારણા છે, જેનાથી બિઝનેસ રેવન્યુમાં આશરે રૂ. 1.5 લાખ કરોડની આવક થશે. ગયા વર્ષે, 14 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલી લગ્નની સીઝન દરમિયાન લગભગ 35 લાખ લગ્નો થયા હતા, જેમાં અંદાજિત ખર્ચ 4.25 લાખ કરોડ રૂપિયા હતો.

સીઝન દરમિયાન દરેક લગ્નમાં રૂ.3 લાખનો ખર્ચ થશે. અંદાજે 10 લાખ લગ્નમાં કિસ્સામાં પ્રત્યેક લગ્ન દીઠ રૂ.6 લાખનો ખર્ચ થશે. વધુમાં 10 લાખ લગ્નો માટે લગ્ન દીઠ રૂ.10 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે, ત્યારબાદ 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 15 લાખનો ખર્ચ થશે.

CAITએ જણાવ્યું હતું કે, કે ઘરની મરામત અને પેઇન્ટિંગ, જ્વેલરી, સાડીઓ, ફર્નિચર, તૈયાર વસ્ત્રો, કપડાં, પગરખાં, લગ્ન અને શુભેચ્છા કાર્ડ, ડ્રાય ફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, પૂજાની વસ્તુઓ, કરિયાણા, અનાજ, સુશોભનની વસ્તુઓ, ઘરની સજાવટ, ઇલેક્ટ્રિકલ યુટિલિટી, ઇલેક્ટ્રોનિક્સની માગમાં વધારો થયો છે.

ભરતિયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે દિલ્હી સહિત દેશભરમાં બેન્ક્વેટ હોલ, હોટલ, ખુલ્લા લૉન, કોમ્યુનિટી સેન્ટર્સ, સાર્વજનિક ઉદ્યાનો, ફાર્મહાઉસ અને અન્ય વિવિધ લગ્ન સ્થળો સંપૂર્ણ રીતે બુક છે.

LEAVE A REPLY

eight − six =