પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે મોટા વિવાદના સમાધાનના ભાગરૂપે ભારતે કેટલીક ફ્રેશ અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ પરની આયાત જકાત ઘટાડીને 5-10 ટકા કરવા સંમતિ દર્શાવી છે. ફ્રોઝન ટર્કી, ફ્રોઝન ડક, ફ્રેશ/ફ્રોઝન/સૂકા/પ્રોસેસ્ડ બ્લૂબેરી અને ક્રેનબેરીની આયાત પર ડ્યૂટી ઘટાડવામાં આવશે. હાલમાં આ વસ્તુઓ પર લગભગ 30-45 ટકા આયાત ડ્યુટી લાગે છે. 

આ પગલાને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને મજબૂત કરવા તરીકે જોવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીમાં ય્૨૦ સમિટ બેઠક પછી તરત જ યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ  દ્વારા કાપની જાહેરાત કરવામાં આવી હતી. 

જોકે, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો હેઠળ, આયાત ડયુટી ઘટાડવામાં આવી છે, જ્યારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન  નિયમો હેઠળ, માત્ર અમેરિકા પર જ નહીં પરંતુ દરેક દેશ અને દરેક ઉત્પાદન પર ડયૂટીમાં ઘટાડો થશે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, ‘મોસ્ટ ફેવર્ડ નેશનના આધારે ડયૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

સૂત્રએ કહ્યું હતું કે આ પગલાથી સ્થાનિક બજારને નુકસાન થવાની અપેક્ષા નથી. આ પ્રોડક્ટ ખાસ કેટેગરી માટે છે. તેનું ચોક્કસ બજાર છે. આનાથી ચોક્કસ ક્ષેત્રોની માંગ પૂરી થશે જેઓ વિદેશી ઉત્પાદનો ખરીદવા માંગે છે. તેથી તે ગ્રાહકની પસંદગી પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે, ભારત બ્લૂબેરીનું મુખ્ય ઉત્પાદક નથી અને સ્થાનિક માંગને પહોંચી વળવા આયાત પર નિર્ભર છે. બીજી તરફ, અમેરિકા વિશ્વમાં બ્લૂબેરીનું સૌથી મોટું ઉત્પાદક છે અને તે ભારતીય બજારમાં પહોંચવા માંગે છે. વેપાર કરારો કરવા પ્રયાસ કરી રહ્યું છે. 

LEAVE A REPLY

sixteen − 6 =