ફાઇલ તસવીર (ચંદ્રયાન-3 લેન્ડર વિક્રમનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ-લેન્ડિંગ )(ANI Photo)

વિશ્વવિખ્યાત સાયન્સ જર્નલ ‘નેચર’એ જણાવ્યું છે કે આર્થિક શક્તિની સાથે સાથે ભારત સાયન્સ પાવરહાઉસ બનવાની દિશામાં આગામી પગલું ભરવા માટે સજ્જ છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે  બ્રિટિશ સાપ્તાહિકે ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વધારો કરવાની હાકલ કરી છે.

‘ભારત વિજ્ઞાન પાવરહાઉસ કેવી રીતે બની શકે છે’ નામના લેખમાં મેગેઝિને જણાવ્યું છે કે સરકારોએ બેઝિક રીસર્ચની અવગણના કરી છે અને સમૃદ્ધ સંશોધન પ્રણાલી માટે વધુ સ્વાયત્તતાની જરૂર છે. સરકારે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપીને વિજ્ઞાન માટેના ખર્ચમાં વધારો કરવો જોઇએ. જો સરકાર અને ઉદ્યોગપતિઓ સારી રીતે કામ કરે તો દેશની પ્રભાવશાળી વૈજ્ઞાનિક સિદ્ધિઓને રોકેટ જેવી ગતિ મળવાની શક્યતા છે. ભારતમાં વોલ્યુમના સંદર્ભમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે અને તે પોસાય તેવી દવાઓ અને જેનરિક દવાઓનો અગ્રણી સપ્લાયર છે. જેમાંથી કેટલીક દવાઓ વિશ્વભરમાં કોરોના મહામારી સામે લડવા માટે નિર્ણાયક બની હતી. ગયા વર્ષે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બન્યો હતો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર કરનારા પ્રથમ દેશ બન્યો હતો. દેશમાં રિમોટ સેન્સિંગ ઉપગ્રહોનો પણ સૌથી વધુ છે.

મેગેઝિને જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન પછી રીસર્ચ આઉટપુટના સંદર્ભમાં ભારત વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ દેશોમાં સામેલ છે. 2014થી 2021 સુધીમાં યુનિવર્સિટીઓની સંખ્યા 760થી વધીને 1,113 થઈ છે. છેલ્લાં એક દાયકામાં સાત વધુ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવી છે.

LEAVE A REPLY

seventeen − 6 =