Pakistan's epicenter of terrorism: Jaishankar
વિદેશ મંત્રી એસ જયશંકર ગુરુવારે (ANI Photo)

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે કે 2020 ગલવાન ખીણ અથડામણ પછીથી ભારત-ચીન સંબંધો અસામાન્ય સ્થિતિમાં છે અને તે સંભવતઃ મધ્યમ ગાળાના મુદ્દા કરતાં વધુ લાંબો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈનિકોની જમાવટ માટે ચીન દ્વારા કરવામાં આવેલા ખુલાસા યોગ્ય નથી. પૂર્વ લદ્દાખમાં સરહદ પરની સ્થિતિ સામાન્ય નથી તથા સીમા પર શાંતિ એકંદર દ્વિપક્ષીય સંબોધોને રાબેતા મુજબના કરવા માટેની ચાવી છે. જો વિશ્વના બે સૌથી મોટા દેશો વચ્ચે આટલી માત્રામાં તણાવ હોય તો તેની બીજા દેશોને પણ અસર થાય છે.  

હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી પ્રવૃત્તિઓ અંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં ચીનની અગાઉ કરતાં ઘણી મોટી હાજરીનો સામનો કરવા ભારતે વાસ્તવમાં તૈયાર રહેવુ જરૂરી છે. જો ક્વાડ દેશો સાથી મળીને કામગીરી કરશે તો આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં ચીનની હાજરીની ચિંતાનો ઉકેલ લાવી શકાય છે. છેલ્લાં 20થી 25 વર્ષમાં હિંદ મહાસાગરમાં ચીનના જહાજોની હાજરી અને પ્રવૃત્તિઓમાં સતત વધારો થયો છે. તેમણે પાકિસ્તાનમાં ગ્વાદર અને શ્રીલંકામાં હંબનટોટામાં ચીન દ્વારા તૈયાર કરવમાં આવેલા પોર્ટના ઉદાહરણો આપ્યાં હતા. 

LEAVE A REPLY

14 − six =