દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 408 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 8 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 15 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 1 સંક્રમિતનું મોત થયું છે. 14 કેસ મુંબઈ અને 1 પુનામાં મળ્યો છે. હવે અહીં કુલ 89 કેસ થયા છે. 22 રાજ્યોના 75 જિલ્લામાં 31 માર્ચ સુધી લોકડાઉ છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, રવિવારે સૌથી વધુ 81 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.

અગાઉ શનિવારે 79 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. કોરોના સંક્રમણ દેશના 23 રાજ્યોમાં પહોંચી ચુકયુ છે. સૌથી વધુ 89 મામલાઓ મહારાષ્ટ્ર અને બાદમાં કેરળમાં 67 સંક્રમિત મળ્યા છે. કોરોનાના 90 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ છે. માત્ર 7 ટકા મામલામાં રિકવરી થઈ છે. દેશ ધીરે-ધીરે લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સંક્રમણની સ્થિત ગંભીર છે.

રવિવારે રાજ્યમાં કોરોના પોઝિટિવ મળેલા 10 લોકોમાંથી 5માં સ્થાનિક સ્તરે સંક્રમણ થયુ, જ્યારે 5 વિદેશમાંથી પરત ફર્યા હતા. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માન્યું કે સ્થાનિક સ્તરે સંક્રમણ વધવુ તે નિશ્ચિત રીતે ચિંતાની વાત છે. રાજ્યમાં તમામ સ્કુલ-કોલેજ, જિમ અને સ્વીમિંગ પુલ બંધ કરવામાં આવ્યા છે. ખાનગી ક્લાસીસ, પરીક્ષાઓ પણ ટાળવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સરકારે કોઈ પણ પ્રકારના ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યના ઘણાં મંદિરોને ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. હાઈકોર્ટેમાં માત્ર 2 કલાક અને જિલ્લા કોર્ટમાં 3 કલાક કામ થશે. પુનામાં સૌથી વધુ દર્દી મળ્યા બાદ અહીંના શનિવારવાડા કિલ્લાને પણ અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં આઈસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓના ડાબા હાથે સિક્કો મારવામાં આવે છે.