Bikaner: A health worker collects swab samples for COVID-19 testing from a woman, at a health camp in Bikaner, Tuesday, June 23, 2020. (PTI Photo)(PTI23-06-2020_000040B)

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 742417 સુધી પહોંચી ગયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 22752 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 60.80 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 16883 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 456831 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 482 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 20642 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 464944 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 217121 કેસ નોંધાયા છે જ્યારે 9250 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 118594 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 1636 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 102831 કેસ નોંધાયા છે જ્યારે 3165 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 37638 લોકો સંક્રમણમાં આવ્યા છે 1979 લોકોના મોત થયા છે.