ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 24,879 કેસ સામે આવ્યા છે અને આ જીવલેણ બીમારીને કારણે 487 દર્દીઓના મોત થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કેસની સંખ્યા 7,67,296 થઈ ગઈ છે. જેમાંથી 2,69,789 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 4,76,378 દર્દીઓ સાજા થઈ ગયા છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ, અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસને કારણે 21,129 લોકોના મોત થઈ ગયા છે. આઈસીએમઆરએ જણાવ્યું છે કે, 8 જુલાઈ સુધી કોરોના વાયરસ માટે0 કુલ 1,07,40,832 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2,67,061 સેમ્પલની ટેસ્ટિંગ કાલે કરવામાં આવી હતી.

દિલ્હીમાં 2033ના કેસની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 4 હજાર 864 થઈ ગઈ છે. જેમાંથી 78 હજાર 199 લોકો સાજા થઈ ગયા છે. હાલ 23 હજાર 452 એક્ટિ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 48 લોકોના મોત થઈ ગયા છે જેને કારણે હવે મૃત્યુઆંક 3,213 થઈ ગયો છે.