ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13664 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે. ગુરુવારે 1081 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં 70, ગુજરાતમાં 163 અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે.તો બીજી બાજુ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા હતા. આ દેશના કોઈ પણ શહેર કરતા એક દિવસનો સૌથી વધારે આંકડો છે.મધ્યપ્રદેશના 65% દર્દી ઈન્દોરમાં છે. આ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 12759 કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જેમાં 10824 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1514 સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 420 લોકોના મોત થયા છે.