દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજાર 234થઈ છે અને 725 લોકોના મોત થયા છે. શુક્રવારે પશ્વિમ બંગાળમાં 58, રાજસ્થાનમાં 36 અને ઓરિસ્સામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 23077 છે. જેમાંથી 17160ની સારવાર ચાલી રહી છે, 4749 સાજા થયા છે અને 718ના મોત થયા છે.

સરકારે કહ્યું- દેશે વ્યવહાર બદલ્યો છે. દરેક ગામ, દરેક વિસ્તારમાં લોકોના વિચાર છે કે આ મહામારીને આપણે હરાવવાની છે. આપણા જીવનને સામાન્ય રાખીને આ મહામારીથી કેવી રીતે લડવું તેના માટે રણનીતિ બનાવાઈ રહી છે. અમે જિલ્લા સ્તરેથી રાજ્ય અને કેન્દ્ર સુધી સર્વિલાંસ સિસ્ટમ બનાવી છે. અત્યાર સુધી 9 લાખ 45 હજાર લોકો સર્વિલાન્સમાં છે. જિલ્લાના ક્લેક્ટરોની મદદથી અમે સર્વિલાન્સમાં મદદ મળી છે.

અમે દવા અને વેક્સીન તૈયાર કરવાના પણ પ્રયાસ કરી રહ્યા છીએ. કન્ટેનમેન્ટ પ્લાન પણ ચાલી રહ્યો છે. જો આવા પગલા નહીં લેવામાં આવે તો સંક્રમણ વધશે. એવામાં આપણા માટે સ્થિતિ વધારે ખરાબ બનશે અને તેની સામે પહોચી વળવું પણ મુશ્કેલ બનશે. છેલ્લા પાંચ દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 7 હજારથી પણ વધુનો વધારો થયો છે. ગુરુવારે 1667 કેસ સામે આવ્યા.

એક દિવસમાં આ દર્દીઓની સૌથી મોટો આંકડો છે. આ પહેલા 19 એપ્રિલે સૌથી વધારે 1580 સંક્રમિત મળ્યા હતા. 17 એપ્રિલે દેશમાં 15724 દર્દી હતા. ત્યારથી માંડી ગુરુવાર સુધી 7315 દર્દી વધ્યા છે. એટલે કે 5 દિવસ 46.52%નો વધારો થયો છે.