ભારતમાં કોરોના વાઈરસે અત્યાર સુધી 1,38, 536 લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી 4,024 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી 57,691 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે.

અહીં 50,231 લોકો સંક્રમિત અને 1,635 લોકોના મોત થયા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 16,277 લોકો સંક્રમિત થયા છે અને 112 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 14,063 દર્દીઓ સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.
દિલ્હીમાં રવિવારે 508 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 30 લોકોના મોત થયા છે. તિહાર જેલમાં એક કર્મચારી પણ સંક્રમિત મળી આવ્યો છે.

રાજધાનીમાં છેલ્લા 5 દિવસથી દરરોજ 500 થી 600 દર્દી વધી રહ્યા છે. કેજરીવાલ સરકારે 117 ખાનગી હોસ્પિટલને 20 ટકા બેડ કોરોના દર્દી માટે રિઝર્વ રાખવા માટે કહ્યું છે.મધ્યપ્રદેશમાં રવિવારે 294 નવા કેસ સામે આવ્યા હતા અને 9 લોકોના મોત થયા હતા.

બુરહાનપુરમાં 58, ભોપાલમાં 50, ઈન્દરમાં 75, ઉજ્જૈનમાં 22, નીમચમાં 30 અને જબલપુરમાં 10 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હચોય ઈન્દોર દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખતા દેશમાં સાતમા નંબરે પહોંચી ગયું છે.

મહારાષ્ટ્રમાં રવિવારે રેકોર્ડ 3041 નવા દર્દી અને 58 દર્દી સંક્રમિતોએ દમ તોડ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે 1196 લોકો સાજા પણ થયા છે. આજે સામે આવેલા નવા દર્દીઓમાં 87 પોલીસકર્મી છે. રાજ્યમાં 4 લાખ 85 હજાર 623 લોકને ઘરમાં અને 33 હજાર 545 લોકોને અન્ય સ્થળે ક્વૉરન્ટીન કરાયા છે.

ઉત્તરપ્રદેશમાં રવિવારે 251 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 6 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 6 દિવસોમાં 1200થી વધારે દર્દીઓ વધ્યા છે. અચાનક આ વધારો પ્રવાસી મજૂરોના કારણે થયો છે. શનિવાર સુધી રાજ્યમાં 1423 પ્રવાસી સંક્રમિત મળી આવ્યા છે.

રાજસ્થાનમાં રવિવારે 286 સંક્રમિત વધ્યા હતા. જેમાં જયપુરમાં 78, નાગૌરમાં 47, જોધપુરમાં 35, રાજસમંદમાં 24, અજમેર 24, ઉદેયપુરમાં 21 જ્યારે બાડમેર, ભીલવાડા અને ભરતપુરમાં 6-6 પોઝિટિવ મળ્યા હતા. જયપુર, પાલી અને ચિત્તોડગઢમાં એક એક સંક્રમિતોના મોત પણ થયા છે.