વૈશ્વિક મહામારીના બીજા ચરણમાં ભારતમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં નોંધાઇ રહેલા અભૂતપૂર્વ તીવ્ર વધારાના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ભારતના પ્રયાસોમાં મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વૈશ્વિક સમુદાય દ્વારા મદદ પહોંચડવામાં આવી રહી છે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી કોવિડ-19 સંબંધિત સહાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસરકારક રીતે અને તાકીદના ધોરણે ફાળવવામાં અને પહોંચાડવામાં આવે તે ભારત સરકારે સુનિશ્ચિત કર્યું છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આની પાછળનો મૂળ ઉદ્દેશ કટોકટીના આ તબક્કા દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રયાસો વધુ મજબૂત બનાવવા માટે વિવિધ માધ્યમો અને પગલાં દ્વારા શક્ય હોય તેવો તમામ સહકાર અને મદદ પહોંચાડવાનો છે.
બીજી બાજુ, દેશમાં રસીકરણ કવાયતના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત શુક્રવાર સુધીમાં રસીના કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો 16.49 કરોડ કરતાં વધુ થયો છે.
30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18થી 44 વર્ષની વય જૂથના 11,80,798 લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રાજ્યોમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ (330), આંધ્રપ્રદેશ (16), આસામ (220), બિહાર (284), ચંદીગઢ (2), છત્તીસગઢ (1,026), દિલ્હી (1,83,679), ગોવા (741), ગુજરાત (2,24,109), હરિયાણા (1,69,409), હિમાચલ પ્રદેશ (14), જમ્મુ અને કાશ્મીર (21,249), ઝારખંડ (77), કર્ણાટક (7,068), કેરળ (22), લદાખ (86), મધ્યપ્રદેશ (9,823), મહારાષ્ટ્ર (2,15,274), મેઘાલય (2), નાગાલેન્ડ (2), ઓડિશા (28,327), પુડુચેરી (1), પંજાબ (2,187), રાજસ્થાન (2,18,795), તમિલનાડુ (8,419), તેલંગાણા (440), ત્રિપુરા (2), ઉત્તરપ્રદેશ (86,420), ઉત્તરાખંડ (17) અને પશ્ચિમ બંગાળ (2,757) છે. ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,76,12,351 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 81.95% નોંધાયો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,31,507 દર્દીઓ સાજા થયા છે. નવા સાજા થનારા કુલ કેસોમાંથી 72.47% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં નવા 4,14,188 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.
દેશમાં નવા પોઝિટીવ નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 71.81% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં નોંધાયા છે.
દૈનિક ધોરણે સૌથી વધારે 62,194 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, એક દિવસમાં 49,058 નવા કેસ સાથે કર્ણાટક જ્યારે 42,464 નવા કેસ સાથે કેરળ છે.
ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 36,45,164 સુધી પહોંચી છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.96% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 78,766 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 81.04% દર્દીઓ બાર રાજ્યોમાં છે. દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 25% દર્દીઓ દસ જિલ્લામાં છે.કુલ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 16.96% છે જ્યારે કુલ સાજા થયેલાની સંખ્યા 81.95% કરતાં વધારે છે. રાષ્ટ્રીય મૃત્યુદર એકધારો ઘટી રહ્યો છે અને જે હાલમાં 1.09% છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,915 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 74.48% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યાં એક દિવસમાં વધુ 853 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં 350 દર્દી મૃત્યુ પામ્યા છે.
ચાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ) અને મિઝોરમ છે.