વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સોમવાર, 2મેએ ફેડરલ ચાન્સેલરી ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. (ANI Photo/PIB)

જર્મીનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે ભારત અને જર્મની વચ્ચેની ભાગીદારી એક જટિલ વિશ્વમાં સફળતાનું ઉદાહરણ બની શકે છે. બંને દેશો વચ્ચે કેટલીક સમજૂતીઓ થઈ હતી, જે મુજબ ભારતમાં ક્લિન એનર્જીના ઉપયોગને વેગ આપવા માટે 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલરની સહાય મળશે.
ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન (આઇજીસી)ના છઠ્ઠા અધિવેશનમાં મોદીએ ભારતના આત્મનિર્ભર ભારત પ્રોગ્રામમાં જર્મનીને ભાગીદાર થવાનું પણ આમંત્રણ આપ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે છઠ્ઠી ઇન્ડિયા જર્મની ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલ્ટન્ટેશન ફળદાયી રહ્યું હતું. ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને મે તથા ભારત અને જર્મનીના પ્રધાનો અને અધિકારીઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, મોબિલિટી, ઇકોનોમિક ગ્રોથ સહિતના ક્ષેત્રમાં સહકારમાં વધારો કરવાના માર્ગની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2મે)એ જર્મનીના ચાન્સેલર ઓલાફ ઓલાફ સ્કોલ્ઝ મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહકારમાં વધારો કરવાની ચર્ચા કરી હતી. આ અગાઉ બર્લિનમાં વડાપ્રધાન મોદીનું ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

અગાઉના ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 2થી 4મે દરમિયાન ત્રણ દિવસ માટે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની યાત્રા પર જશે. ચાલુ વર્ષે મોદીની પ્રથમ વિદેશ યાત્રા છે. મોદી સૌ પ્રથમ જર્મની જશે અને તે પછી ડેનમાર્કની મુલાકાત લેશે,

વડાપ્રધાન મોદી 4મે પરત આવતી વખતે પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સમાં ફરીથી ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બેઠક કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બર્લિનમાં વડાપ્રધાન જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને બંને નેતાઓ ઇન્ડિયા-જર્મની ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલ્ટન્ટેશન (આઇજીસી)ની છઠ્ઠી એડિશનમાં ભાગ લેશે. મંત્રણાના આ પ્લેટફોર્મમાં બંને દેશોના કેટલાંક પ્રધાનો પણ સામેલ થશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અને ચાન્સેલર શોલ્ઝ એક બિઝનેસ ઇવેન્ટને સંબોધન કરશે. જર્મનીથી મોદી ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટી ફ્રેડરિકસેનના આમંત્રણને પગલે કોપનહેગન જશે. અહીં તેઓ ઇન્ડો-નોર્ડિક સમીટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી આ યાત્રા દરમિયાન ઇન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોર્મેટમાં ભાગ લેશે અને ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને સંબોધન કરશે.

ઇન્ડિયા નોર્ડિક સમીટમાં મોદી નોર્ડિક દેશોના વડાઓ સાથે મંત્રણા કરશે, જેમાં આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડના વડાનો સમાવેશ થાય છે. આ સમીટમાં આર્થિક રિકવરી, ક્લાઇમેટ ચેન્જ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, વૈશ્વિક સુરક્ષા અને ઇન્ડિયા નોર્ડિક સહકાર જેવા મુદ્દા પર ફોકસ કરાશે.