ભારતમાં કોરોના સામેની લડાઈનો અને તેને લઈને કરવામાં આવેલ લોકડાઉનનો પ્રથમ તબક્કો આજે એટલે કે 14 એપ્રિલના રોજ સમાપ્ત થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે તેને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન ભારતના અર્થતંત્ર માટે મોટો આંચકો સાબિત થઈ રહ્યો છે. પ્રથમ તબક્કાના લોકડાઉનને કારણે અર્થતંત્રને આશરે 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ લોકડાઉન દરમિયાન, મોટાભાગની કંપનીઓ, ઉદ્યોગો બંધ કરવામાં આવ્યા હતા, ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અને ટ્રેનોના પૈડાં અટકી ગયા હતા. લોકો અને વાહનોની અવરજવર પણ બંધ થયા હતા. આ લોકડાઉનને કારણે ભારતની 70 ટકા આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી. કોરોના રોગચાળાએ તેને ભયંકર નુકસાન કર્યુ છે.ભારતીય અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે આને કારણે, તમામ સ્થાનિક અને વિદેશી રેટિંગ એજન્સીઓએ જીડીપી વૃદ્ધિના અંદાજને આ નાણાકીય વર્ષમાં 1.5 થી 2.5 ટકાના ખૂબ નીચા સ્તરે કરી દીધો છે. ન્યૂજ એજન્સીના રિપાર્ટ અનુસાર લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થા રોજનું 35 હજાર કરોડનું નુકસાન કરી રહી છે. આ રીતે જોવા જઈએ તો 21 દિવસ લોકડાઉનની અવધીથી GDPને 7થી 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.