ભારતમાં આ વર્ષે ચોમાસાનું આગમન થશે તેવું હવામાન વિભાગના નિષ્ણાતો માની રહ્યા છે. વહેલા ચોમાસાને કારણે લોકોને આકરી ગરમીથી રાહત મળશે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગત મહિને અને અત્યારે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે, 15 મે સુધીમાં ચોમાસુ આંદામાનમાં આવી શકે છે. આ સાથે જ ચોમાસુ દેશના અન્ય રાજ્યોમાં ઝડપથી પહોંચે તેવી સંભાવનાઓ છે. ભારતના હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી વિસ્તારમાં પહોંચી શકે છે.
કેરળમાં પણ આ વખતે સામાન્ય કરતા ચાર દિવસ વહેલું ચોમાસું આવશે. સામાન્ય રીતે ચોમાસું એક જૂનની આસપાસ કેરળ પહોંચે છે.