ઇન્ડિયન પ્રીમિયર લીગની અત્યારે રમાઇ રહેલી મેચમાં ગુરુવારે આશાસ્પદ ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયું છે. મુંબઇ સામે ચેન્નઇની ટીમની પાંચ વિકેટથી હાર થતાં તે પ્લે ઓફમાંથી બહાર નીકળી ગઇ છે. સેમ્સની 16 રનમાં ત્રણ અને બુમરાહે ૩ ઓવરમાં માત્ર 12 રન આપતાં ઝડપેલી એક વિકેટની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને માત્ર 97 રનમાં સમેટી લીધા બાદ પાંચ વિકેટથી મેચ જીતી લીધી હતી. જીતવા માટેના 98 રનના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈએ માત્ર ૩૩ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. જોકે તિલક વર્માએ અણનમ 34 રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી. આ પરાજયની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લે ઓફમાં પ્રવેશવાની રહી-સહી આશાઓ પણ હવે સમાપ્ત થઈ ગઈ છે. આ અગાઉ મુંબઈ પણ પ્લે ઓફમાંથી બહાર નીકળી ગયું હતું.
અગાઉ મુંબઈએ ટોસ જીતીને પ્રથમ ચેન્નાઈને બેટિંગમાં ઉતાર્યું હતુ. ચેન્નાઈએ માત્ર 17 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. મીડલ ઓર્ડરમાં ધોનીએ લડત આપતાં ૩૩ બોલમાં અણનમ 36 રન ફટકાર્યા હતા. સેમ્સે 16 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે ૩ ઓવરમાં માત્ર 12 રન આપી ઉથપ્પાને આઉટ કર્યો હતો. મેરેડિથ અને કાર્તિકેયેએ પણ 2-2 વિકેટ ઝડપી હતી.