ભારતની સંસદમાં તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ વર્ષ 2020માં એક્સપ્રેસ હાઇ વે સહિત નેશનલ હાઇવે પર કુલ 116,496 અકસ્માત થયા હતા અને તેમાં 47, 984 મોત થયાં હતાં. જ્યારે વર્ષ 2019માં કુલ 137,191 અકસ્માત અને 53,872 મોત થયાં હોવાનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે પ્રધાન નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,
એપ્રિલ 2014થી લઇને નવેમ્બર મહિનાના અંત સુધીમાં દેશના રાષ્ટ્રીય માર્ગોની લંબાઇમાં કુલ 140,937 કિ.મી.નો વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ 49 યોજનાઓમાં 4970 કિ.મી.રસ્તાનું નિર્માણ વિવિધ તબક્કાઓમાં કાર્યરત છે જેનો ખર્ચ 113,000 કરોડ થશે. આ કાર્ય વર્ષ 2023-24 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્યાંક છે.