ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ખાલિસ્તાની ભાગલાવાદી ગુરપતવંત સિંઘ પન્નુ દ્વારા ભારતીય કાયદાઓના ઉલ્લંઘન બદલ સરકારે અમેરિકા પાસેથી મદદ માગણી કરી છે. પન્નુએ સંસદ પર હુમલો કરવાની ધમકીઓ અને વિદેશમાં લોકોને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવાની મનાઈ ફરમાવતા સરકારે અમેરિકા અને કેનેડા સમક્ષ પણ ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારત સરકારે પન્નુની ધરપકડ માટે માગ કરી છે, તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “પન્નુએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાથી તે ભારતીય એજન્સીઓ માટે વોન્ટેડ છે. ત્યાં એક કાર્યવાહી છે જેના દ્વારા અમે મદદ માગીએ છીએ. ભારતમાં તેની સામે ગુનાઓ નોંધાયા છે તેની વિગતને આધારે અમે આ મદદ માગી રહ્યા છે.’’

પન્નુ પર પંજાબમાં દેશદ્રોહ, રમખાણો અને ત્રાસવાદના બે ડઝન કેસ નોંધાયેલા છે. જોકે, ઈન્ટરપોલે પન્નુ સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની ભારતની વિનંતીને બે વાર ફગાવી હતી.
અમેરિકન મીડિયાના જણાવ્યા મુજબ સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સ અને નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર એવરિલ હેન્સે અનુક્રમે ગત ઓગસ્ટ અને ઓક્ટોબરમાં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે તેમની સમક્ષ તપાસની માગણી કરી હતી.
અગાઉ અમેરિકન પ્રિન્સિપલ ડેપ્યુટી NSA જોનાથન ફિનરે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી ત્યારે પણ પન્નુનો મુદ્દો ઉઠાવ્યો હતો. ફિનર વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર, NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને ડેપ્યુટી NSA વિક્રન મિસરીને મળ્યા હતા.

LEAVE A REPLY

three × four =