ન્યૂયોર્ક સિટિમાં યુનાઇટેડ નેશન્સ હેડક્વાર્ટરમાં યુક્રેનમાં રશિયાના આક્રમક અંગે યુએન સામાન્ય સભાના ખાસ ઇમર્જન્સી સેશનમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાઉન્સિલમાંથી રશિયાને સસ્પેન્ડ કરવા પર વોટિંગ થયું હતું,. વોટિંગનું રિઝલ્ટ દર્શાવવામાં આવ્યું છે.REUTERS/Andrew Kelly

યુએન માનવ અધિકાર કાઉન્સિલમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાના ઠરાવમાં ભારતે મતદાન કર્યું ન હતું અને રશિયાના મુદ્દે પોતાનું તટસ્થ વલણ જાળવી રાખ્યું હતું. ભારત સહિત કુલ 58 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે રશિયાની હકાલપટ્ટી કરવાના ઠરાવ પર ભારત મતદાનથી દૂર રહ્યું હતું.

ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ દેશનો પક્ષ રાખતા કહ્યું કે, અમે યુક્રેનમાં હાલની સ્થિતિને લઈને ચિતિંત છીએ અને અમે ઈચ્છીએ છીએ કે, આ ઘર્ષણ જલ્દી સમાપ્ત થાય. જ્યારે નિર્દોષ લોકોના જીવ દાવ પર હોય તેવામાં કૂટનીતિક રસ્તાથી સમસ્યાનો ઉકેલ શોધવો જ એકમાત્ર વિકલ્પ છે. બુચા નરસંહાર પર બોલતાં ભારતના પ્રતિનિધિ ત્રિમૂર્તિએ કહ્યું કે, બુચામાં નાગરિકોના મોતની તસવીરો ખુબ જ વિચલિત કરનારી છે. અમે આ ઘટનાની સ્વતંત્ર તપાસની માગ કરીએ છીએ અને અમે સ્પષ્ટ રીતે આ હત્યાઓની નિંદા કરીએ છીએ.

ભારતે નવમી વખત રશિયા વિરુદ્ધના ઠરાવમાં મતદાન ન કર્યું

ભારતે આ પહેલાં પણ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની સામે નવ વખત મતદાનથી દૂર રહ્યું છે. તેમાં બે વખત મતદાન આજની જેમ જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં થયું હતું. ભારતે અત્યાર સુધી રશિયાની સામે કોઈપણ ઠરાવ પર વોટિંગ કર્યું નથી. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી છેલ્લી વખત 2011માં લીબિયાને બહાર કરવામાં આવ્યું હતું