Jay Shah
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ (ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમ 2023 એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય, એમ એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહે મુંબઈમાં બીસીસીઆઈની 91મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન મંગળવારે (18 ઓક્ટોબર)એ જણાવ્યું હતું.

2023 એશિયા કપનું આયોજન પાકિસ્તાન દ્વારા થવાનું છે અને સૂત્રોએ અગાઉ કહ્યું હતું કે BCCI ટીમ ઈન્ડિયાને ટુર્નામેન્ટમાં ભાગ લેવા મોકલવા માટે તૈયાર છે. બીસીસીઆઈના સચિવનો પણ હોદ્દો ધરાવતા જય શાહ કહ્યું હતું કે 2023 એશિયા કપ પાકિસ્તાનમાં નહીં પણ તટસ્થ સ્થળે રમાઈ શકે છે.

ભારતે છેલ્લે 2005-06માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં દ્વિપક્ષીય શ્રેણી માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ભારત અને પાકિસ્તાને 2012-13 થી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમી નથી. છેલ્લે પાકિસ્તાને ત્રણ T20 અને ઘણી ODI માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. આ પછીથી બંને ટીમે માત્ર વૈશ્વિક ટુર્નામેન્ટ અથવા એશિયા કપમાં રમ્યા છે.

બંને ટીમો વચ્ચેની મેચોમાં હંમેશા સ્ટેડિયમ હાઉસ ફુલ જાય છે. 23 ઓક્ટોબરે બંને ટીમના T20 વર્લ્ડ કપ 2022ની ટિકિટો રિલીઝ થયાના કલાકોમાં જ વેચાઈ ગઈ હતી.તાજેતરમાં, પાકિસ્તાની ટીમે ભારત સામે યાદગાર પ્રદર્શન કર્યા છે અને ગયા વર્ષે UAEમાં T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું.

આ પ્રદર્શનની નોંધ લઇને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા રમીઝ રાજાએ તાજેતરમાં કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ હવે પાકિસ્તાનને સન્માન આપવાનું શરૂ કર્યું છે અને તેથી બાબર આઝમની આગેવાની હેઠળની ટીમની ભારતને સખત લડત આપવા બદલ પ્રશંસા કરવાની જરૂર છે.

LEAVE A REPLY

1 × one =