અમેરિકામાં 2024માં યોજાનારી ચૂંટણીઓમાં બાઇડેન-હેરિસના કેમ્પેઇન માટે ઇન્ડિયન અમેરિકન વકીલ વરુણ મોડકને બેલેટ (મતપત્રક) લક્ષી કામગીરી માટે સીનિયર કાઉન્સેલની તરીકેની મહત્ત્વની કામગીરી સોંપાઇ હતી. એરી કાઉન્ટી ડેમોક્રેટિક પાર્ટીએ આ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેલેટ એક્સેસ કાઉન્સેલ તરીકેની ભૂમિકામાં વરુણ મોડક 57 રાજ્યો અને બીજા ક્ષેત્રોમાં પ્રેસિડેન્ટ બાઇડેનનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસોનું નિરીક્ષણ કરશે અને કેમ્પેઇનમાં પ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયાનું નેતૃત્ત્વ કરશે. તેઓ અત્યારે એલિઆસ લો ગ્રૂપના પોલિટિકલ લોની કામગીરીમાં કાઉન્સેલ તરીકે કાર્યરત છે. તેઓ બેલેટ એક્સેસ ડાયરેક્ટર પીઢ રાજકારણી અલાના માઉન્સ સાથે કામગીરી કરશે. વરુણ મોડકે અગાઉ અનેક પોલિટિકલ લો ફર્મ્સમાં એટર્ની તરીકે કામ કર્યું હતું.
કેલિફોર્નિયાના વતની મોડકે બર્કલીની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી બી.એ.ની ડિગ્રી મેળવી છે અને જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટરમાં અભ્યાસ કર્યો છે.

LEAVE A REPLY