વિશ્વવિખ્યાત રામ કથાકાર પૂજ્ય મોરારીબાપુએ હિન્દુ ધર્મના અનુયાયીઓને તેમની હિન્દુ ઓળખ ગર્વ સાથે સ્વીકારવા અને ભગવાન રામના પવિત્ર નામનો જાપ કરવા અનુરોધ કર્યો હતો. યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અત્યારે ચાલી રહેલી રામકથામાં તેમણે સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓને તમામ ખચકાટ છોડીને આત્મવિશ્વાસ સાથે તેમની ઓળખ જાહેર કરવાની હાકલ કરી હતી.

મોરારીબાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં, જ્યાં પણ ભારતીયો છે અને તમે ગમે તે ક્ષેત્રમાં હોય, રામનું નામ ઉચ્ચારવામાં અને તમે હિન્દુ છો તેવું કહેવામાં સંકોચ શા માટે કરવો જોઇએ.
યુકેના વડાપ્રધાન રિશિ સુનકના નિવેદન- “હિન્દુ અને બ્રિટિશર એમ બંને તરીકે મને ગર્વ છે”, તેનો ઉલ્લેખ કરતાં મોરારીબાપુએ પ્રશ્ન કર્યો હતો કે બીજા લોકોને સંકોચ કેમ થાય છે? ઉલ્લેખનીય છે કે સુનક15 ઓગસ્ટે રામકથામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મોરારીબાપુએ જણાવ્યું હતું કે આપણને ગર્વ છે કે આપણે હિન્દુ સનાતન ધર્મના છીએ. શા માટે ગર્વ ન હોવો જોઇએ?

બ્રિટિશ વડાપ્રધાન સુનકજીએ ગઈકાલે કહ્યું હતું કે તેઓ અહીં એક હિન્દુ તરીકે આવ્યાં છે. તમને બધાને હિન્દુ ઓળખની શા માટે શરમ આવે છે? તેમણે બે વાર જય સિયારામનાં નારા લગાવ્યા હતો. હું તેનું સ્વાગત કરું છું. જો તેમના જેવો વિશ્વ નેતા ગર્વથી હિન્દુ તરીકે ઓળખ આપી શકે અને જય સિયારામ બે વાર બોલી શકે છે, તો અન્ય કોઈ હિન્દુઓને શા માટે સંકોચ થાય?

LEAVE A REPLY