ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ્સની 2025 – 27 સાઈકલના આરંભે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમવા ગયા સપ્તાહે ઈંગ્લેન્ડ આવી પહોંચી છે. નવયુવાન સુકાની શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની આ ટીમ 20મી જુનથી ચાર ઓગસ્ટ દરમિયાન પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમશે.
કોચ ગૌતમ ગંભીરે જો કે, ગયા સપ્તાહે ભારતથી રવાના થતી વખતે આપેલા સંકેત મુજબ, ભારતનો મુખ્ય સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહ સીરીઝની તમામ પાંચ ટેસ્ટ રમે તેવી શક્યતા નહીંવત્ છે. સતત લાંબો સમય રમવાથી બુમરાહને ઈજા, ફિટનેસનું જોખમ હોવાથી તેની સાથે મસલત મુજબ તેના વર્કલોડનો નિર્ણય સીરીઝ કેવી રીતે આગળ વધે છે અને ટીમની જરૂરત કેવી છે તેના આધારે લેવાશે. ગંભીરે આપેલા સંકેતો મુજબ બુમરાહ કદાચ ત્રણ ટેસ્ટમાં રમશે, બીજા બેમાં તેને આરામ અપાશે.
ભારતીય ટીમઃ શુભમન ગિલ (સુકાની), ઋષભ પંત (ઉપસુકાની, વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર) યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરૂણ નાયર, નિતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.
પ્રથમ ટેસ્ટ માટેની ઈંગ્લેન્ડની ટીમઃ બેન સ્ટોક્સ (સુકાની), શોએબ બશિર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, ઝેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ અને ક્રિસ વોક્સ.
ભારતનો મુખ્ય પ્રવાસ કાર્યક્રમ આ મુજબ છેઃ
મેચ સ્થળ તારીખ
પ્રથમ ટેસ્ટ હેડિંગ્લી, લીડ્ઝ 20 – 24 જુન
બીજી ટેસ્ટ એજબેસ્ટન, બર્મિંગહામ 2 – 6 જુલાઈ
ત્રીજી ટેસ્ટ લોર્ડ્ઝ, લંડન 10 – 14 જુલાઈ
ચોથી ટેસ્ટ ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટર 23 – 27 જુલાઈ
પાંચમી ટેસ્ટ ધી ઓવલ, લંડન 31 જુલાઈ – 4 ઓગસ્ટ
