ઈંગ્લેન્ડની ટીમના પસંદગીકારો ભારત સામેની મહત્ત્વની ટેસ્ટ સિરિઝમાં બીજી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને રમાવડા આતુર છે. આર્ચર ઈજાઓના કારણે લગભગ ચાર વર્ષથી ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ ક્રિકેટ રમ્યો નથી. બીજી તરફ, ઈંગ્લેન્ડ પાસે મેચ ફિટનેસ ધરાવતા હોય તેવા ટેસ્ટ કક્ષાના ફાસ્ટ બોલર્સની પણ તંગી વર્તાઈ રહી છે.
ઈંગ્લેન્ડની પસંદગી સમિતિના એક સભ્ય, લ્યુક રાઈટે પ્રથમ ટેસ્ટ મેચ માટેની ટીમની જાહેરાત કરતી વખતે જ કહ્યું હતું કે, હેમસ્ટ્રીંગની ઈજાના કારણે ગસ એટકિન્સન રમી શકે તેમ નથી. આર્ચરની પણ ફિટનેસ વિષે નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી, પણ તેઓ આશાવાદી છે.
