ભારતીય ક્રિકેટ ટીમ માટે સપ્ટેમ્બરમાં ટી-20 એશિયા કપ અને તે ઓક્ટોબરમાં ભારતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ, એ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ત્રણ વન-ડે તેમજ ત્રણ ટી-20ની સીરીઝ તથા વર્ષના અંત ભાગમાં ડિસેમ્બરમાં ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સાથે તમામ ફોર્મેટની મેચની સીરીઝનો ભરચક્ક કાર્યક્રમ છે.
એશિયા કપ પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. પહેલી ટેસ્ટ મેચ બીજી થી છઠ્ઠી ઓક્ટોબર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને બીજી ટેસ્ટ મેચ દસમી થી ચૌદમી ઓક્ટોબર સુધી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝની સામે ટેસ્ટ સીરિઝ પછી થોડા દિવસોમાં જ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ રમશે.
ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝનો કાર્યક્રમ
મેચ તારીખ સ્થળ
પહેલી વન-ડે 19 ઓક્ટોબર પર્થ
બીજી વન-ડે 23 ઓક્ટોબર એડીલેઈડ
ત્રીજી વન-ડે 25 ઑક્ટોબર સિડની
પહેલી T20 29 ઑક્ટોબર મેલબર્ન
બીજી T20 31 ઓક્ટોબર મેલબર્ન
ત્રીજી T20 2 નવેમ્બર હોબાર્ટ
ઑસ્ટ્રેલિયા પ્રવાસ પછી ભારતીય ટીમ હોમ ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચની સીરીઝ રમશે. આ સીરીઝનો આરંભ 14 નવેમ્બરે થશે અને છેલ્લી ટી-20 મેચ 19 ડિસેમ્બરે રમાશે.
ભારત-દક્ષિણ આફ્રિકાની સીરીઝનો કાર્યક્રમ
મેચ તારીખ સ્થળ
પહેલી ટેસ્ટ 14થી 18 નવેમ્બર કોલકાતા
બીજી ટેસ્ટ 22થી 26 નવેમ્બર ગુવાહાટી
પહેલી વન-ડે 30 નવેમ્બર રાંચી
બીજી વન-ડે 3 ડિસેમ્બર રાયપુર
ત્રીજી વન-ડે 6 ડિસેમ્બર વિશાખાપટ્ટનમ
પહેલી ટી-20 9 ડિસેમ્બર કટક
બીજી ટી-20 11 ડિસેમ્બર મુલ્લાપુર (ચંડીગઢ)
ત્રીજી ટી-20 14 ડિસેમ્બર ધર્મશાલા
ચોથી ટી-20 17 ડિસેમ્બર લખનઉ
પાંચમી ટી-20 19 ડિસેમ્બર અમદાવાદ
