ઓસ્ટ્રેલિયામાં કિશોરોના એક ટોળાએ 33 વર્ષીય ભારતીય મૂળના એક વ્યક્તિ પર છરી વડે ક્રૂર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય મૂળના વ્યક્તિને ઘણી ઘણી ઇજાઓ થઈ હતી અને તેનો હાથ પણ લગભગ કાપી નાંખ્યો હતો. આનંદના કપાયેલા ડાબા હાથને ફરીથી જોડવા માટે ઘણી સર્જરીઓ કરવી પડી હતી.
મીડિયા રિપોર્ટ્સ અને પોલીસ અનુસાર, સૌરભ આનંદ ૧૯ જુલાઈના રોજ મેલબોર્નના અલ્ટોના મીડોઝમાં સેન્ટ્રલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં એક ફાર્મસીમાંથી દવાઓ લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી કિશોરોએ હુમલો કર્યો હતો. એક કિશોરે આનંદના ખિસ્સામાં હાથ નાખીને કિંમતી વસ્તુઓ લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. બીજા છોકરાએ તેમના માથામાં વારંવાર મુક્કા માર્યા હતાં. તેનાથી તેઓ જમીન પર પડી ગયા હતાં. ત્રીજા છોકરાએ છરી કાઢીને તેના ગળા પર રાખી હતી અને છરીથી હાથ, ખભા પર હુમલો કર્યો હતો. હુમલાખોરો આનંદનો ફોન લઇને ફરાર થઈ ગયાં હતાં.
હોસ્પિટલટમાંથી આનંદે કહ્યું હતું કે શરૂઆતમાં ડોકટરોએ વિચાર્યું હતું કે તેમને તેનો ડાબો હાથ કાપી નાખવો પડશે. પરંતુ સર્જનો કલાકોની કઠિન ઇમર્જની સર્જરી પછી તેને ફરીથી જોડી શક્યા, સર્જરમાં તેના કાંડા અને હાથમાં સ્ક્રૂ નાખવામાં આવ્યાં હતાં. તેમને માથામાં ઈજાઓ તથા ડાબા હાથમાં અને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું.
આ હુમલામાં કેટલાંક કિશોરોની પોલીસે ધરપકડ કરી હતી અને કેટલાંક કિશોરોને ચિલ્ડ્રન કોર્ટમાં રજૂ કર્યા હતાં.
