ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળાના સંદર્ભમાં ભારતમાં જાહેર કરેલા સંપૂર્ણ લોકડાઉન અને તેના પગલે તા. 14 એપ્રિલ સુધી ભારત જવા કે ભારતથી બહાર જવા માટેની તમામ વિમાન સેવાઓ બંધ કરી દેતાં આ પ્રવાસન નિયંત્રણોના પગલે અમેરિકામાં ફસાયેલા જેવી સ્થિતિમાં હોય તેવા તમામ ભારતીય નાગરિકો માટે વોશિંગ્ટન ખાતેની ભારતીય એમ્બેસીએ લોકોને સલામત અને આઈસોલેટેડ રહેવાની સલાહ આપી છે. સલાહમાં કોરોના વાઈરસના રોગચાળા અંગે સીડીસીની વેબસાઈટ https://www.cdc.gov/coronavirus/2019-ncov/ તથા અન્ય રાજ્યોની તેમજ ફેડરલ એડવાઈઝરીઝને અનુસરતા રહેવાનું પણ જણાવાયું છે.

ભારતીયોને એવું પણ કહેવાયું છે કે, તેઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું અને બિનજરૂરી સ્થાનિક પ્રવાસ ખેડવા નહીં. તેમને કે તેમના પરિવારના કોઈપણ સભ્યને સીડીસીની વેબસાઈટમાં જણાવ્યા મુજબના કોરોના વાઈરસના રોગચાળાના કોઈપણ ચિન્હો જણાય કે એવો અનુભવ થાય તો સ્થાનિક આરોગ્ય વિભાગના સત્તાવાળાઓનો સંપર્ક કરવો.

પ્રવાસ નિયંત્રણોના આ સમયગાળા દરમિયાન જરૂરી બને તો વીસાના એક્સટેન્શન માટે USCISની વેબસાઈટ https://www.uscis.gov/visit-united-states/extend-your-stay અને http://uscis.gov/coronavirus ઉપર ઓનલાઈન અરજી કરવી. અમેરિકાની સરકારે આ મુજબની સલાહ આપી છે અને ભારતીય એમ્બેસી પણ આ બાબતે અમેરિકન સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.

આ પરિસ્થિતિમાં છેલ્લામાં છેલ્લા અપડેટ્સ માટે વોશિંગ્ટન ડીસી ખાતેની ભારતીય એમ્બેસીની વેબસાઈટ www.indianembassyusa.gov.in તથા સોશિયલ મીડિયા – ટ્વીટર અને ફેસબુક ચેક કરતા રહો. જરૂર પડે તો અહીં આપેલી વિગતો અનુસાર અને અમેરિકામાં તમે ક્યાં છો તેના આધારે ભારતીય એમ્બેસી અથવા તો ભારતીય કોન્સ્યુલેટ્સની 24/7 હેલ્પલાઈનનો સંપર્ક કરવો.