તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્‍તાનને આપવામાં આવતા ખુલ્લા સમર્થનથી ભારતના લોકો ગુસ્‍સે છે અને ઉનાળાની રજાઓ દરમિયાન આ દેશોની યાત્રાઓ રદ કરી રહ્યા છે. વિવિધ ટૂર ઓપરેટરો કહે છે કે ૩૦-૮૦ ટકા ટ્રિપ્‍સ રદ કરવામાં આવી છે. ભારતીયો દ્વારા બહિષ્કારના કોલ વચ્ચે, તુર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને ગત સપ્તાહે “પાકિસ્તાનના ભાઈબંધ લોકો”ને સારા અને ખરાબ સમયમાં સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટર (હવે X) પર ટ્વીટ કરીને તુર્કીના નેતાનો “મજબૂત સમર્થન અને અડગ એકતા” માટે આભાર માન્યો અને બંને રાષ્ટ્રો વચ્ચેના “ભાઈબંધ સંબંધો”ની પ્રશંસા કરી હતી, ત્યારબાદ એર્દોગનની આ ટિપ્પણીઓ આવી છે.

LEAVE A REPLY